પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હતી. મેળા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉછળતા દેખાતા હતા. અગ્નિની તેજ જ્વાળાઓ પ્રસરવા લાગી. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા. વડાપ્રધાન મોદીએ પણ સીએમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. મળતી માહિતી મુજબ, આ આગ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર 19માં લાગી હતી. ફાયરની ચાર ગાડીઓએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું અને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. હાલમાં આગના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. કહેવાય છે કે મેળા વિસ્તારના આ ભાગમાં રાખવામાં આવેલ એક સિલિન્ડર ફાટ્યો અને આગ ઝડપથી ફેલાઈ ગઈ. મળતી માહિતી મુજબ પંડાલનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો છે. કહેવાય છે કે આ એક મોટી આગ હતી પરંતુ એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે તરત જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગ કાબૂમાં, PM મોદીએ CM યોગી સાથે કરી વાત

સંબંધિત સમાચાર
મહાકુંભમહાકુંભ 2025: 45 દિવસ લાંબા મહાપર્વનું સમાપન, રેકોર્ડ 66.30 કરોડ ભક્તોએ સ્નાન કર્યું, CM યોગી આજે કર્મચારીઓનો આભાર માનશે
1 વર્ષ પહેલા
મહાકુંભમહાકુંભના અંતિમ સ્નાન માટે 4500 બસો દોડાવવામાં આવશે, શ્રદ્ધાળુઓની સંખ્યા 64 કરોડને પાર
1 વર્ષ પહેલા
મહાકુંભમહાશિવરાત્રી પર મહાકુંભમાં ભારે ભીડ ઉમટી, પ્રયાગરાજથી 350 ટ્રેનો દોડાવવામાં આવશે, રેલવેએ કરી ખાસ વ્યવસ્થા
1 વર્ષ પહેલા
મહાકુંભમહાકુંભ 2025 મેળામાં વિશ્વ રેકોર્ડ બનશે, સ્વચ્છતા અભિયાન હેઠળ 15 હજાર સફાઈ કર્મચારીઓ એકઠા થશે
1 વર્ષ પહેલા
