રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
પાટણ6 જુલાઈ, 2026| Super Admin

પાટણના હાંસાપુર વિસ્તારના રામવિલાસ ડુપ્લેક્સમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોગચાળાની ભીતિ

પાટણના હાંસાપુર વિસ્તારના રામવિલાસ ડુપ્લેક્સમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોગચાળાની ભીતિ

સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરવાની ચીમકી

પાટણ શહેરના હાંસાપુર વિસ્તારમાં આવેલ રામવિલાસ ડુપ્લેક્સ સોસાયટી આગળ છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા યથાવત રહેતાં સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સતત પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરજન્ય જીવજંતુના ઉપદ્રવને કારણેરોગચાળો ફાટી નીકળવાની ભીતિ સ્થાનિકોમાં પ્રબળ બની છે.આ વિસ્તારમાં ગણેશવિહાર, સમર્પણ વિલા, રામદેવ, સુરમ્ય, ગણેશધામ અને અમિત્રી વિલા સહિત અનેક રહેણાંક સોસાયટીઓ આવેલી છે. 

વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે વરસાદ દરમિયાન મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ રહે છે, જેના કારણે સ્થાનિક રહિશો, નોકરી-ધંધે જતા લોકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ રોડનું કામ અધૂરું છોડવામાં આવ્યું હોવાથી એક ભાગ ઊંચો અને બીજો ભાગ નીચો રહી ગયો છે. પરિણામે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે.જો સમસ્યાનું તાત્કાલિક ધોરણે કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો સ્થાનિક રહિશો મુખ્યમંત્રીને રૂબરૂ મળી સમગ્ર મામલે રજૂઆત કરશે તેવી ચિમકી આપી છે.

સંબંધિત સમાચાર