રખેવાળ
બ્રેકિંગ
રાષ્ટ્રીય11 સપ્ટેમ્બર, 2025

ફેક ન્‍યુઝ : કડક નિયમો ઘડાશે : પ્રતિબંધ - દંડ - સજાની જોગવાઈ થશે

ફેક ન્‍યુઝ : કડક નિયમો ઘડાશે : પ્રતિબંધ - દંડ - સજાની જોગવાઈ થશે
સંસદીય સમિતિએ સ્‍પીકરને સોંપ્‍યો રિપોર્ટ : આવતા સત્રમાં થશે ફેંસલો સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ પર દુષ્‍પ્રચાર - એઆઇથી બનેલી બોગસ વાતો ફેલાવનારનું હવે આવી બનશે સંસદની કોમ્‍યુનિકેશન અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજી કમિટીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પ્રચાર, આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI) દ્વારા બનાવવામાં આવતા ફેક ન્‍યૂઝ અંગે કડક નિયમોની ભલામણ કરી છે. સમિતિ માને છે કે ફેક ન્‍યૂઝ ફેલાવનારાઓ સામે સજાની જોગવાઈ હોવી જોઈએ. આ સાથે, તેમના પર પ્રતિબંધ પણ જરૂરી છે. આ અંગે, સમિતિએ લોકસભા સ્‍પીકર ઓમ બિરલાને એક રિપોર્ટ સુપરત કર્યો છે, જે આગામી સત્રમાં સંસદમાં રજૂ કરવામાં આવશે.આ દિવસોમાં નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અંગે હોબાળો ચાલી રહ્યો છે. દરમિયાન, ભાજપના સાંસદ નિશિકાંત દુબેની આગેવાની હેઠળની સમિતિએ લોકસભા સ્‍પીકરને એક રિપોર્ટ સુપરત કર્યો છે. રિપોર્ટમાં ફેસબુક, યુટયુબ, એક્‍સ અને અન્‍ય સોશિયલ મીડિયા પર AI-જનરેટેડ પ્રચાર વીડિયો અને ફોટાના પ્રસારણ પર ચિંતા વ્‍યક્‍ત કરવામાં આવી છે. આ સાથે, પ્રિન્‍ટ, ડિજિટલ અને ઇલેક્‍ટ્રોનિક મીડિયામાં ફેક ન્‍યૂઝ રોકવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્‍યો છે. એ નોંધનીય છે કે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર મોટી સંખ્‍યામાં સેલિબ્રિટીઓના AI-જનરેટેડ ફેક વીડિયો ઉપલબ્‍ધ છે. આ વીડિયો દ્વારા લોકો છેતરાઈ રહ્યા છે. સમિતિએ માહિતી ટેકનોલોજી મંત્રાલય, ગળહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, મહેસૂલ વિભાગ, વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રાલય, નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય, વીજળી મંત્રાલય અને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયના પ્રતિનિધિઓ સાથે વાત કરી. આ સાથે, પ્રેસ કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા, NBDA, એડિટર્સ ગિલ્‍ડ ઓફ ઈન્‍ડિયા જેવી સંસ્‍થાઓના પ્રતિનિધિઓના OTT પ્‍લેટફોર્મ અંગે નકલી સમાચાર, CBFC, IMPA અંગેના મંતવ્‍યો પણ સાંભળવામાં આવ્‍યા. સમિતિના અધ્‍યક્ષ નિશિકાંત દુબેએ જણાવ્‍યું હતું કે ફેસબુક, યુટયુબ, હ્‍ પર એજન્‍ડા ચલાવનારાઓ માટે કડક નિયમો અને સજા અને પ્રતિબંધની જોગવાઈઓ લાદવાની ભલામણ કરવામાં આવી છે. ભારતને બાંગ્‍લાદેશ, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્‍ડ બનવા દેવામાં આવશે નહીં. ૧ AI સામગ્રી પર લેબલિંગઃ સમિતિએ સૂચન કર્યું છે કે AI માંથી સામગ્રી બનાવનારાઓને લાઇસન્‍સ જારી કરવા જોઈએ. AI માંથી બનાવેલા વિડિઓઝ અથવા સામગ્રી પર લેબલ લગાવવા જોઈએ. આ માટે, મંત્રાલયો વચ્‍ચે સંકલનની પણ ભલામણ કરવામાં આવી હતી. આ સાથે, વપરાશકર્તાઓને જણાવવું જોઈએ કે તેમની ફરિયાદ પર શું કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદર્શન પછી દુકાનો લૂંટાઈઃ મંગળવારે નેપાળમાં પ્રદર્શન બાદ કેટલાક લોકોએ દુકાનો અને મોલમાં લૂંટ ચલાવી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.      

સંબંધિત સમાચાર