હિંમતનગરમાં નીટની પરીક્ષા માટે પાંચ કેન્દ્રો પર વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષામાં કુલ 2208 વિદ્યાર્થી ભાગ લેશે. પરીક્ષા બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષા કેન્દ્રોમાં ટાવર ચોક પાસેની હિંમત હાઈસ્કૂલ, મહેતાપુરા પાસેની કેન્દ્રીય વિદ્યાલય, મહાવીરનગરથી કાંકરોલ રોડ પર આવેલ જૈનાચાર્ય વિદ્યાલય, હિંમતનગરની પોલીટેકનિક કોલેજ અને મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે. આ પાંચેય કેન્દ્ર પર કુલ 92 બ્લોકમાં પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યાથી કેન્દ્રોમાં પ્રવેશ આપવાનું શરૂ કરાયું છે. સુરક્ષા વ્યવસ્થા માટે હિંમતનગર એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પાંચ PSI અને 76 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
પરીક્ષા; હિંમતનગરમાં નીટની પરીક્ષા 92 બ્લોકમાં યોજાશે

ટેગ્સ:#Police deployment#security measures#Student Participation#Exam Centers#NEET Exam Himmatnagar#Exam Arrangements#Block Distribution#Education and Testing#Time Schedule#Local Educational Institutions
સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
6 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
