હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર આવતીકાલે ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ 55 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ થયા બાદ અગાઉ CRS અને ઇલેક્ટ્રિફિકેશન લોકો ટ્રાયલ પણ કરવામાં આવ્યો હતો. 8 જાન્યુઆરીના રોજ PCEE દ્વારા ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ કરાયો હતો. બે મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ હવે બુધવારે ફરીથી ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ થશે. અમદાવાદથી ઇલેક્ટ્રિક લોકો આવ્યા બાદ સવારે 11 વાગ્યાની આસપાસ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી આ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આ અંગે સંબંધિત તમામ પક્ષોને જાણ કરવામાં આવી છે.
આવતીકાલે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ પરીક્ષણ કરાશે

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
14 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
