સાબરકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- લોકશાહીના પર્વ નિમિત્તે વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સાબરકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં મતદાતા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને ગ્રામીણ મતદારોને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા મતદાન કેવી રીતે કરવું તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. મતદાન એ આપણો પવિત્ર અધિકાર છે. કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે અને પ્રક્રિયાની જાણકારીના અભાવે કોઈ ભૂલ ન થાય તે માટે આ નિદર્શન યોજવામાં આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ પણ આ પહેલને આવકારી હતી. અને આગામી ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક અને સો ટકા મતદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ચૂંટણી પર્વની તૈયારી : સાબરકાંઠા જિલ્લામાં ગામડે-ગામડે EVM નિદર્શન, મતદાર જાગૃતિ અભિયાન તેજ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
6 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
