રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા9 એપ્રિલ, 2026| Super Admin

ડીસામાં ચૂંટણી જંગના શ્રીગણેશ : ફોર્મ ભરવાના ચોથા દિવસે 8 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

ડીસામાં ચૂંટણી જંગના શ્રીગણેશ : ફોર્મ ભરવાના ચોથા દિવસે 8 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

જ્ઞાતિવાદી સમીકરણો અને અનામત બેઠકોના ગણિતમાં ભાજપ-કોંગ્રેસ અટવાયા

​ ડીસામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફોર્મ ભરવાના ચોથા દિવસે પણ પાંખી હાજરી જોવા મળી હતી. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં વિલંબ થતા હજુ સુધી મુખ્ય દાવેદારો મેદાનમાં આવ્યા નથી. ચોથા દિવસે ડીસા તાલુકા પંચાયતની 38 બેઠકોમાઁ  માત્ર પાંચ અને નગરપાલિકામાં 44 બેઠકો માટે માત્ર ત્રણ ફોર્મ ભરાયા છે. જ્યારે ડીસામાં આવતી બનાસકાંઠા જિલ્લા પંચાયતની 10 બેઠકો માટે ચોથા દિવસે પણ એક પણ ફોર્મ ભરાયું ન હતું.

​રાજકીય પક્ષો હાલમાં 'પહેલા તમે, પછી અમે'ની નીતિ અપનાવી રહ્યા હોય તેવું જણાય છે. ખાસ કરીને ​જ્ઞાતિવાદી સમીકરણોએ રાજકીય પક્ષોના નાકે દમ કરી દીધો છે. દરેક સીટ પર જ્ઞાતિનું પ્રભુત્વ જોઈને ઉમેદવાર નક્કી કરવામાં આવી રહ્યા છે.જ્યારે અનામત અને બિન-અનામત બેઠકો પર યોગ્ય બેલેન્સ જાળવવા માટે પક્ષો લાંબી મથામણ કરી રહ્યા છે. આ ઉપરાંત વહેલી યાદી જાહેર કરવાથી અસંતોષ ઊભો થવાની અને પક્ષપલટાની ભીતિને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને અસમંજસમાં છે.

​ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હવે માત્ર બે દિવસ બાકી છે. પક્ષોએ હજુ સુધી કોઈ પણ ઉમેદવારને ફોન કરીને પણ ફોર્મ ભરવા માટે લીલી ઝંડી આપી નથી. પરિણામે, છેલ્લા બે દિવસ દરમિયાન સરકારી કચેરીઓમાં ઉમેદવારો અને સમર્થકોનો ભારે ઘસારો જોવા મળશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

સંબંધિત સમાચાર