રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય22 નવેમ્બર, 2024| Super Admin

બેંગલુરુમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું 2 વિદેશી નાગરિકોની ધરપકડ

બેંગલુરુમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું 2 વિદેશી નાગરિકોની ધરપકડ
બેંગલુરુમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે 2 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 1 કિલો 520 ગ્રામ MDMA ક્રિસ્ટલ, 202 ગ્રામ કોકેઈન, 12 MDMA એક્સ્ટસી ટેબ્લેટ મળી આવી હતી. 2 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. કર્ણાટકમાં ડ્રગ માફિયાઓ સામે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે, બેંગલુરુ પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે 3 કરોડ રૂપિયાની કિંમતના કોકેઈન અને સિન્થેટિક ડ્રગ્સ જપ્ત કર્યા છે. આ સંબંધમાં બે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. કેરળના મોસ્ટ વોન્ટેડ ગુનેગારની ધરપકડ આ સાથે પૂર્વ બેંગલુરુના એક વિસ્તારમાં 3 કરોડ રૂપિયાનો ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો છે. કેરળના એક મોસ્ટ વોન્ટેડ ગુનેગાર, જે આંધ્રપ્રદેશથી તેની દાણચોરી કરી રહ્યો હતો, તેની પોલીસે અન્ય 2 આરોપીઓ સાથે ધરપકડ કરી છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, "ગોવિંદપુરા પોલીસે ઓડિશા અને આંધ્રપ્રદેશથી લાવવામાં આવેલ 318 કિલો ગાંજા જપ્ત કર્યો છે. તેની કિંમત આશરે 3 કરોડ 25 લાખ રૂપિયા છે. અમે આ સંબંધમાં 3 લોકોની ધરપકડ કરી છે. આ લોકો ઇનોવા કારમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેણે ગાંજા સાથે બેંગલુરુ આવ્યો, તેની ધરપકડ કરવામાં આવી.

સંબંધિત સમાચાર