પાટણ-શિહોરી હાઈવે પર પહેલા વરસાદમાં જ રસ્તાની હાલત બગડી ગઈ છે. પાટણ-શિહોરી ત્રણ રસ્તાથી કાંસા સુધી, નાયતા અને ભુતિયાવાસણા પુલ પર તેમજ હાઈવેના અનેક ભાગોમાં મસમોટા ખાડા પડી ગયા છે. ઊંડા ખાડા પડતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય છે. નાના વાહનો ખાડામાં ખાબકે છે. રસ્તાની હાલત ખરાબ થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે પર બનાસ નદીના રેતના થર જામી જતા વરસાદી પાણી ભરાઈ રહે છે. જેના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. વરસાદની સિઝન શરૂ થતાં જ નાયતા અને ભુતિયાવાસણા ગામના પુલ પર પણ મસ મોટા ખાડા પડી ગયા છે. ખાડા પૂરવામાં આવે તેવી માંગ વાહનચાલકો કરી રહ્યા છે. હાઈવેની હાલત જોઈ વાહનચાલકોમાં રોષ વ્યાપ્યો છે.
વાહન ચાલકો પરેશાન; પાટણ-શિહોરી હાઇવે પર ખાડા પડવાથી અકસ્માતનો ભય

ટેગ્સ:#potholes#Infrastructure Issues#Traffic Safety#Vehicle Damage#Road Conditions#Pedestrian Safety#Accident Risk#Highway Maintenance#Local Government Accountability#Public Concern#Rain Impact#Patan-Sihori Highway#Motorists' Challenges
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
