રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત13 ઑગસ્ટ, 2025| Super Admin

ડોનાલ્ડ ટ્રમ્‍પના ટેરિફથી ગુજરાતના ડાયમંડ બજારને મોટો ઝટકો

ડોનાલ્ડ ટ્રમ્‍પના ટેરિફથી ગુજરાતના ડાયમંડ બજારને મોટો ઝટકો
તહેવારો પહેલા ઓર્ડર અટક્‍યાઃ ૧ લાખ નોકરીઓ પર જોખમ અમેરિકામાં હીરાની આયાતનો બીજો સૌથી મોટો હિસ્‍સો ૨૮% જેટલો ઇઝરાયલમાંથી આવે છેઃ જેના પર ટ્રમ્‍પે ફક્‍ત ૧૯% ટેરિફ લગાવ્‍યો છે અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ લગાવ્‍યો છે. આનાથી દેશના સૌથી મોટા ડાયમંડ હબ ગણાતા સુરતના વેપારીઓના બિઝનેસ પર પણ આર્થિક સંકટ ઊભું થઈ રહ્યું છે. ૨૦૨૪માં ભારતે અમેરિકાને ૯,૨૩૬.૪૬ મિલિયન ડોલરના ડાયમંડ અને (સોના-ચાંદીના) ઝવેરાતની નિકાસ કરી હતી. જ્‍યારે બ્રિટનને માત્ર ૯૪૧ મિલિયન ડોલરના હીરાની નિકાસ કરવામાં આવી હતી. બીજી તરફ અમેરિકામાં હીરાની આયાતમાં બીજો સૌથી મોટો હિસ્‍સો ૨૮% ઇઝરાયલમાંથી થાય છે. સુરતની મોટી હીરા કંપનીઓ અમેરિકાના ગ્રાહકો પાસેથી ક્રિસમસ માટે મળતા ઓર્ડરને કેન્‍સલ કરી રહી છે. ટેરિફ પછી આને મોટો ફટકો કહેવામાં આવી રહ્યો છે. ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં સોનું, ચાંદી અને હીરાની નિકાસ કરે છે. આ આગામી તહેવારોની સીઝન દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોમાં વર્ષભરના કુલ વેચાણનો લગભગ અડધો ભાગ હોય છે.નિષ્‍ણાંતોના મતે, છેલ્‍લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં નિકાસમાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે. ફેક્‍ટરીઓમાં ઉત્‍પાદનમાં પણ ૩૦-૩૫ ટકાનો ઘટાડો થયો છે. નિષ્‍ણાંતો કહે છે કે, જો ટ્રમ્‍પનું વલણ અને ટેરિફ પર વલણ આ જ રહેશે, તો નવા ટેરિફ લાગુ થવાથી નિકાસમાં વધુ ઘટાડો થશે, જેની કંપનીઓ પર અસર પડશે. આનાથી દેશને આર્થિક રીતે પણ નુકસાન થશે. કટ અને પોલિશ કરવામાં આવેલા હીરા (સીપીડી)ની નિકાસ ૨૦૨૧-૨૨માં ૯.૮૬ બિલિયન યુએસ ડોલરથી ઘટીને ૨૦૨૪-૨૫માં ૪.૮૧ બિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે. નિષ્‍ણાતો કહે છે કે, કુલ ૫૦ ટકા ટેરિફ લાદવાથી આગામી મહિનાઓમાં ભારતને ભારે નુકસાન થશે. ગુજરાત, રાજસ્‍થાન અને મહારાષ્ટ્રને સૌથી વધુ ફટકો પડશે. બીજી તરફ નોકરીઓની દ્રષ્ટિએ એક લાખથી વધુ નોકરીઓ જોખમમાં મુકાશે.હીરાની કટીંગ, પોલિશિગ, સોના-ચાંદીને અલગ કરવા અને ઘરેણાં તરીકે તૈયાર કરવામાં લાખો લોકો રોકાયેલા છે. આવી સ્‍થિતિમાં લોકો માટે પરેશાની ઊભી થઈ શકે છે.      

સંબંધિત સમાચાર