રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય20 જાન્યુઆરી, 2025| Super Admin

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ લઈ શકે છે સૌ પહેલા ભારત અને ચીનની મુલાકાત

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ લઈ શકે છે સૌ પહેલા ભારત અને ચીનની મુલાકાત
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ ભવ્ય બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન ટ્રમ્પે પણ રાષ્ટ્રપતિ પદના શપથ લેતા પહેલા પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે તેમના કાર્યકાળ દરમિયાન વિદેશ નીતિ કઈ દિશા લેશે. જે પ્રકારના સંકેતો મળ્યા છે તે દર્શાવે છે કે ટ્રમ્પ એશિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ટ્રમ્પ ભારત અને ચીનની મુલાકાત લેવા ઈચ્છે છે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમનું કહેવું છે કે રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ પહેલા ભારત અને ચીનની મુલાકાત લેવા માંગે છે. ટ્રમ્પની ભારત અને ચીનની પ્રારંભિક મુલાકાતની યોજના સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમની વિદેશ નીતિના એજન્ડામાં આ બંને દેશોને મહત્ત્વનું સ્થાન મળવાનું છે. ભારત અને ચીન વિશ્વના સૌથી મોટા બજારો છે અને ટ્રમ્પ ખાસ કરીને એશિયાના આ બે મોટા દેશો તરફ જોઈ રહ્યા છે જેથી આ બજારોમાં પ્રવેશ સરળ બને. ચીનને લઈને ટ્રમ્પનું વલણ બદલાઈ ગયું છે ડોનાલ્ડ ટ્રમ્પ બેઈજિંગ સાથે સંબંધો સુધારવા માટે ચીનની મુલાકાત લેવા ઈચ્છે છે, આ સિવાય તેમણે સલાહકારો સાથે ભારતની સંભવિત મુલાકાત અંગે પણ ચર્ચા કરી છે. એટલું જ નહીં ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી છે. ટ્રમ્પે શી સાથેની ચર્ચાને ઉત્તમ ગણાવી હતી. જો કે, એ પણ નોંધનીય છે કે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે ચીન પર વધારાની ડ્યુટી લાદવાની ચેતવણી પણ આપી હતી. હવે ટ્રમ્પનું બદલાતું વલણ સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે કે તેઓ ચીન સાથે તણાવપૂર્ણ સંબંધો ઈચ્છે છે.

સંબંધિત સમાચાર