રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
અરવલ્લી23 એપ્રિલ, 2026| Super Admin

પોશીનામાં લોકશાહીનો પર્વ: લાંબડીયા ખાતે મહિલાઓએ લીધા અચૂક મતદાનના શપથ

પોશીનામાં લોકશાહીનો પર્વ: લાંબડીયા ખાતે મહિલાઓએ લીધા અચૂક મતદાનના શપથ

પોશીના સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા સ્થિત આંગણવાડી કેન્દ્ર ખાતે આરોગ્ય અને લોકશાહીના પર્વનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. અહીં નિયમિતપણે યોજાતા 'મમતા દિવસ'ની ઉજવણીની સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને 'મતદાન જાગૃતિ'  કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીની કાર્યકર બહેનો, તેડાગર બહેનો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી સ્થાનિક મહિલાઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. લોકશાહીના પર્વમાં એક-એક મતના મૂલ્ય વિશે માહિતગાર કરી, ગ્રામીણ સ્તરે વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહિલાઓએ દેશના જવાબદાર નાગરિક તરીકે લોકશાહીની ગરિમા જાળવવા અને કોઈપણ લોભ-લાલચ વગર 'અચૂક મતદાન' કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ પ્રસંગે 'સ્માર્ટ આંગણવાડી' અને 'ન્યુ પેટર્ન ગુજરાત' અંતર્ગત વિવિધ વિકાસલક્ષી પાસાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આમ, લાંબડીયા આંગણવાડી ખાતે માતા અને બાળકના આરોગ્યની દરકાર સાથે રાષ્ટ્રના મજબૂત ભવિષ્ય માટે મતદાન જાગૃતિનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ટેગ્સ:#sabarkantha#Poshina

સંબંધિત સમાચાર