રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા30 જુલાઈ, 2025| Super Admin

ડીસા; 50 વર્ષથી ચીકણી માટીથી દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી

ડીસા; 50 વર્ષથી ચીકણી માટીથી દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ કુંભારવાસ ખાતે રહેતા પ્રજાપતિ પરિવાર છેલ્લા 50 વર્ષથી ચીકણી માટીથી પોતાના હાથે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવે છે. તેમના દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓની માંગ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાંથી પણ વધી રહી છે. બનાસકાંઠા જિલ્લાની ઘણી બધી વ્યક્તિઓ પોતાની કલાથી વિવિધ ચીજવસ્તુઓ બનાવે છે. વર્ષો પહેલા 30 થી વધુ પરિવારો ચીકણી માટીમાંથી અવનવી મૂર્તિઓ બનાવીને ગુજરાત અને રાજસ્થાનમાં ખેતી કરતાં. જોકે, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે. તેમ છતાં, આજે પણ અનેક પરિવારો તેમના હાથની કલાથી અવનવી ડિઝાઇનવાળી વિવિધ મૂર્તિઓ બનાવે છે. વર્ષો જૂની પરંપરા જાળવી રાખી; ડીસાના કુંભારવાસમાં રહેતા ચેતનાબેન શૈલેષભાઇ પ્રજાપતિનો પરિવાર વર્ષોથી ચીકણી માટીમાંથી વિવિધ મૂર્તિઓ બનાવવાના કાર્યમાં જોડાયેલો છે. આ પરંપરા આજે પણ ચાલુ છે. ચેતનાબેનનો પરિવાર અત્યારે પણ વિવિધ તહેવારોના પ્રસંગે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ ચીકણી માટીમાંથી બનાવે છે. પાટણના વાગડોદ ગામેથી તળાવની ચીકણી માટી લાવી છેલ્લા 50 વર્ષથી ગણપતિ, અંબે માતાજી, રાધા કૃષ્ણ, શંકર ભગવાન તેમજ દશામાની મૂર્તિઓ બનાવે છે. આવનારા જન્માષ્ટમી અને ગણપતિના તહેવારને લઈને તેઓ હાલમાં રાધાકૃષ્ણ અને ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યા છે. થોડા જ દિવસોમાં જન્માષ્ટમી અને ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે, જેથી આ પરિવાર હાલમાં ગણપતિ અને રાધા કૃષ્ણની મૂર્તિ બનાવવામાં વ્યસ્ત છે. એક મૂર્તિ બનાવવામાં 15 મિનિટનો સમય લાગે છે અને તેઓ રોજની 50 મૂર્તિઓ બનાવે છે.

સંબંધિત સમાચાર