રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ15 મે, 2025| Super Admin

પાટણ પંથકમાં કિશોરીનાં બાળલગ્ન બાબતે પૂરાવા મળતાં બંને પરિવારજનો સામે ગુનો દાખલ કરાયો

પાટણ પંથકમાં કિશોરીનાં બાળલગ્ન બાબતે પૂરાવા મળતાં બંને પરિવારજનો સામે ગુનો દાખલ કરાયો

પાટણના હારીજ તાલુકાનાં વાંસા-કાલવણ વિસ્તારમાં સાડા પંદર વર્ષની સગીર બાળકીનાં તા.૨૫ મેં ૨૦૨૩નાં રોજ બાળ લગ્ન કરાવનારા પાંચ જણા સામે પાટણ જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી પાટણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બાળ લગ્ન પ્રતિબંધક ધારાની કલમ ૯,૧૦,૧૧(૧) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની મળતી વિગતો એવી છે કે, હારીજ તાલુકાનાં વાંસા,કાલવણ, અમરતપુરા કેનાલ વિસ્તારની ૧૭ વર્ષની એક કિશોરી સગીરનું તા. ૧૮ એપ્રિલ ૨પ નાં રોજ હારીજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાનાં કેસમાં તેનું પાટણની કોર્ટમાં નિવેદન લેવામાં આવતાં તેમા તેણે પોતાનાં બાળ લગ્ન કરાવ્યા હોવાની હકીક્ત જણાવતાં આગળની કાર્યવાહી કરવા માટે પાટણનાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ તપાસ હાથ ધરીને બાળા તથા તેનાં વર અને બનેનાં મા બાપને જવાબ લેવા માટે પાટણની કચેરી ખાતે બોલાવી નિવેદન લેતાં તેમનાં લગ્ન સંમતિથી કરવામાં આવ્યા હતા. અને બાળકીનું કચેરીખાતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યા હતા. અધિકારીએ બંને પક્ષનાં પૂરાવા અને બાળકીની ઉમરનાં પૂરાવા તથા લગ્નની કંકોતરી વિગેરે ધ્યાને લઈને બાળકીનાં આ બાળ લગ્ન હોવાનું અને વરની ઉમર લગ્ન સમયે ર૪ વર્ષની હોવાનું જણાતાં તેઓએ વર સહિત બન્ને પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર