રવિવારે ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન યોજાયું હતું અને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. બધાની નજર આજના ચૂંટણી પરિણામો પર છે. આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે અને તેની સાથે પરિણામો પણ જાહેર કરવામાં આવશે. ચુસ્ત સુરક્ષા વચ્ચે મત ગણતરી કેન્દ્રો પર મત ગણતરી શરૂ થશે, જેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા કડક પોલીસ સુરક્ષા વચ્ચે પરિણામો જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્યભરમાં લગભગ 10,000 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી અને 25,000 થી વધુ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય EVM મશીનોમાં કેદ થયું છે અને આજે પરિણામોની રાહ જોવાઈ રહી છે.
રવિવારે યોજાયેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ મતદાન 57.08% હતું, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 49.14 ટકા, નગરપાલિકાઓમાં 59.81 ટકા, જિલ્લા પંચાયતોમાં 61.83 ટકા અને તાલુકા પંચાયતોમાં 62.05 ટકા મતદાનનો સમાવેશ થાય છે.
આજે રાજ્યમાં મતગણતરી, કોણ મારશે બાજી?

સંબંધિત સમાચાર
ગુજરાતસુરત બેંક લૂંટ કેસ: હથિયાર રિકવરી દરમિયાન આરોપીનું ફાયરિંગ, પોલીસે વળતા જવાબમાં પગે ગોળી મારી
2 દિવસ પહેલા
ગુજરાતડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી: મનોરથ અને ધજા આરોહણના ભાવમાં તોતિંગ વધારો
2 દિવસ પહેલા
ગુજરાતસાબરમતી જેલમાં જૂથવાદ: દાઢી-મૂછની મજાક ઉડાવતા કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ
3 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદ: બલોલનગર બ્રિજ ફરી બન્યો 'ડેથ ટ્રેપ', બાઈક સવાર હવામાં ફંગોળાઈને નીચે પટકાયો
3 દિવસ પહેલા
