રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ગુજરાત2 જૂન, 2025| Super Admin

રાજકોટમાં કોરોનાનો કહેરઃ 13 દિવસમાં 37 કેસ સામે આવતા તંત્ર એલર્ટ

રાજકોટમાં કોરોનાનો કહેરઃ 13 દિવસમાં 37 કેસ સામે આવતા તંત્ર એલર્ટ
રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો યથાવત્ છે, જેના કારણે શહેરીજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 13 દિવસમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 37 કેસ નોંધાયા છે. જોકે, રાહતની વાત એ છે કે આમાંથી 4 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલ રાજકોટ શહેરમાં કોરોનાના 33 એક્ટિવ કેસ છે અને આરોગ્ય તંત્ર દ્વારા પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

1 જૂને, રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 5 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસોમાં 2 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આ કેસો નોંધાતાની સાથે જ રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 37 પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત, રાજકોટ જિલ્લામાં પણ 2 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ તમામ દર્દીઓને તેમના ઘરમાં જ હોમ આઇસોલેટ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલ સ્થિર છે. તંત્ર દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેર ઉપરાંત, રાજકોટ જિલ્લામાં પણ કોરોનાનો એક નવો કેસ સામે આવ્યો છે. અગાઉ ગૌરીદળથી એક કેસ નોંધાયો હતો. નવાગામ આણંદપર ખાતે રહેતા 53 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર