રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ગુજરાત29 મે, 2025| Super Admin

કોરોનાનો રાફડો ફાટ્યો; રાજકોટમાં પાંચ કેસ, સુરતમાં વધુ બે કોરોના પોઝિટિવ

કોરોનાનો રાફડો ફાટ્યો; રાજકોટમાં પાંચ કેસ, સુરતમાં વધુ બે કોરોના પોઝિટિવ

ગુજરાતમાં અત્યાર સુધમાં 100થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. એક પછી એક શહેરમાંથી કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ, સુરત બાદ ફરી એકવાર રાજકોટમાં જ કોરોનાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. હાલ કોરોના પોઝિટિવ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. રાજકોટમાં મોટા ભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની હોય એવું જોવા મળ્યું છે. ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય એવી સ્થિતિ છે કારણ કે, દરરોજ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર રાજકોટ શહેરમાં કોરોનાના કેસો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. રાજકોટમાં પહેલા વિદેશની આવેલો દર્દી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું તો ત્યાર બાદ 2 દિવસ પહેલા કોરોનાના 4 કેસ સામે આવ્યા હતા. અત્યારે ફરી રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. સુરતમાં કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. સુરતમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. નાનપુરાના 30 વર્ષીય યુવક અને ઘોડદોડ રોડની 64 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો વૃદ્ધાને હોમ આઇસોલેશનમાં રખાવામાં આવ્યા છે. એક જ સપ્તાહમાં સુરતમાં 7 કોરોના કેસ પોઝિટિવ સામે આવતા લોકોમાં વધુ મહામારી ફેલાય તેવો ભય છે. હાલ બંનેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે.

સંબંધિત સમાચાર