સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ ગામની મુલાકાત લેવામાં આવી હતી. ઉપરવાસના ભારે વરસાદના કારણે ખેડબ્રહ્માના દેરોલ તેમજ આસપાસના વિસ્તારોમાં નુકસાન થયેલ હોવાનું સામે આવ્યું હતું. કલેક્ટરએ સ્થળ પર જઈને ગામજનોની સ્થિતિની માહિતી મેળવી અને થયેલ નુકસાનનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસી જવું, ખેતીને નુકસાન થવું જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. જિલ્લા કલેક્ટરએ ખેડૂતોને થયેલ પાક નુકસાન અંગે સર્વે ઝડપથી પૂર્ણ કરી સરકારની નીતિ અનુસાર જરૂરી સહાય પૂરી પાડવામાં આવે તે માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ખેડબ્રહ્માના દેરોલ ખાતે ભારે વરસાદથી થયેલ નુકસાન અંગે કલેક્ટર દ્વારા સ્થળ પર જઈ નિરીક્ષણ કરાયું

ટેગ્સ:#Monsoon Impact#Agricultural Loss#Khedbrahma Rain Damage#Derol Village Flooding#Sabarkantha District Collector Visit#Crop Damage Survey#Government Relief Measures#Emergency Inspection#Taluka-Level Relief Efforts
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરડેરીની ૬૨મી વાર્ષિક સભા: ૧૦,૧૩૩ કરોડના ટર્નઓવર સાથે પશુપાલકોને ૫૬૦ કરોડની ઐતિહાસિક ભેટ!
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ: રક્ષાબંધનની ઉજવણીમાં ગુંજ્યો નારી સશક્તિકરણનો દિવ્ય સંદેશ
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના વદરાડ ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી
3 દિવસ પહેલા
સાબરકાંઠાઈડરના રાણી તળાવમાં નહાવા પડેલો યુવક પાણીમાં ડૂબ્યો
4 દિવસ પહેલા
