રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય2 જુલાઈ, 2025| Super Admin

કપડા-મોબાઇલ-ડેરી પ્રોડકટ-સાબુ વગેરે સસ્‍તા થશે

કપડા-મોબાઇલ-ડેરી પ્રોડકટ-સાબુ વગેરે સસ્‍તા થશે

કેન્‍દ્ર સરકાર ટૂંક સમયમાં ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST) ના માળખામાં મહત્‍વપૂર્ણ ફેરફારો કરી શકે છે, જેનાથી સામાન્‍ય ગ્રાહકોને રાહત મળી શકે છે. સરકારી સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે ચર્ચા હેઠળનો મુખ્‍ય પ્રસ્‍તાવ એ છે કે કાં તો કેટલીક આવશ્‍યક ચીજવસ્‍તુઓ પરનો GST ૧૨% થી ઘટાડીને ૫્રુ કરવામાં આવે અથવા ૧૨% સ્‍લેબને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, હાલમાં ૧૨% GST લાગતી મોટાભાગની વસ્‍તુઓ સામાન્‍ય નાગરિકો દ્વારા રોજિંદા જીવનમાં વપરાતી વસ્‍તુઓ છે. આમાં એવા ઉત્‍પાદનોનો સમાવેશ થાય છે જે મધ્‍યમ વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારોના વપરાશ પેટર્નમાં મુખ્‍ય સ્‍થાન ધરાવે છે.જીએસટી કાઉન્‍સિલની આગામી ૫૬મી બેઠકમાં આ અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે અને આ મહિને જીએસટી કાઉન્‍સિલની બેઠક યોજાઈ શકે છે. જો સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે તો, જૂતા, ચંપલ, મીઠાઈ, કપડાં, સાબુ, ટૂથપેસ્‍ટ અને ડેરી ઉત્‍પાદનો જેવી ઘણી વસ્‍તુઓ જે હાલમાં ૧૨્રુ સ્‍લેબમાં છે તે સસ્‍તી થઈ શકે છે. આ ઉપરાંત, પનીર, ખજૂર, સૂકા ફળો, પાસ્‍તા, જામ, પેકેજ્‍ડ ફળોનો રસ, નમકીન, છત્રીઓ, ટોપીઓ, સાયકલ, લાકડાનું ફર્નિચર, પેન્‍સિલો, શણ અથવા કપાસમાંથી બનેલી હેન્‍ડબેગ, શોપિંગ બેગનો પણ તેમાં સમાવેશ થાય છે.

ભારતમાં GST ના કેટલા સ્‍લેબ છે :

 દેશમાં GST વર્ષ ૨૦૧૭ માં લાગુ કરવામાં આવ્‍યો હતો અને છેલ્લા કાર્યકારી દિવસે, ૧ જુલાઈએ, તેને આઠ વર્ષ પૂર્ણ થયા. દેશમાં GST દરો GSTકાઉન્‍સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેમાં ફેરફાર અંગેના કોઈપણ નિર્ણયમાં રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ સામેલ હોય છે. જો આપણે ભારતમાં GST સ્‍લેબ વિશે વાત કરીએ, તો હાલમાં ચાર GST સ્‍લેબ છે. ૫%, ૧૨%, ૧૮% અને ૨૮%. અનાજ, ખાદ્ય તેલ, ખાંડ, નાસ્‍તા અને મીઠાઈઓ ઉપરાંત, સોના-ચાંદી અને અન્‍ય તમામ ચીજવસ્‍તુઓને વિવિધ શ્રેણીઓ અનુસાર આ ટેક્‍સ સ્‍લેબમાં રાખવામાં આવ્‍યા છે.

સરકાર તરફથી જીએસટી મોરચે મોટી રાહતના સંકેતો પહેલાથી જ મળી રહ્યા છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કહ્યું હતું કે GST ટેક્‍સ સ્‍લેબને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, GST દરો વધુ ઘટશે. ત્‍યારથી, GST ટેક્‍સ સ્‍લેબમાં ફેરફારની અપેક્ષા હતી અને હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આગામી કાઉન્‍સિલની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

સંબંધિત સમાચાર