રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત13 મે, 2025| Super Admin

આવતીકાલથી સાબરમતી નદીની સફાઈ શરૂ કરાશે

આવતીકાલથી સાબરમતી નદીની સફાઈ શરૂ કરાશે

અમદાવાદ શહેરના મધ્યમાંથી રહેલી સાબરમતી નદીને કાલે 14 મેથી સાફ કરવાની શરૂઆત કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાબરમતી નદી પર વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી 5 જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે થઈને રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદી ખાલી થઈ છે, જેથી નદીને તબક્કાવાર સફાઈ કરવાની હોવાથી સુભાષબ્રિજથી લઈને ગાંધીઆશ્રમ વચ્ચેના ભાગમાં સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવશે. નદીમાં રહેલો કચરો અને કાપ વગેરે દૂર કરવામાં આવશે. જોકે સફાઈ અંગે હજી સુધી કોઈ ભાજપના પદાધિકારીઓ કે કઈ સંસ્થા જોડાશે તે અંગે કોઈ સ્પષ્ટતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી. સાબરમતી નદીનો પાંચ કિલોમીટરથી વધુનો ભાગ ખાલી થશે. સુભાષ બ્રિજથી લઈ અને વાસણા બેરેજ સુધીની ભાગનો વિસ્તાર લગભગ ખાલી થઈ જશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ એનજીઓ સાથે મળી અને જન ભાગીદારી સાથે સફાઈ કામગીરી 14 મેના રોજ શરૂ કરવામાં આવશે. સુભાષબ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનું કામગીરી ચાલી રહી છે, જેથી ત્યાંથી આગળના નદીથી બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો ભાગ ખાલી થશે. નદીના કેટલાક વિસ્તારોમાં હજી પાણી ભરાયેલું છે, જે આગામી દિવસોમાં સુકાઈ જશે, ત્યારબાદ તબક્કાવાર ત્યાં સફાઈ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર