રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 જુલાઈ, 2025| Super Admin

અંબાજી નજીક છાપરી પ્રાથમિક શાળામાં બાળકોનું ભય સાથે ભણતર

અંબાજી નજીક છાપરી પ્રાથમિક શાળામાં બાળકોનું ભય સાથે ભણતર
બાલવાડી અને ધોરણ 1 થી 5 વચ્ચે માત્ર બે રુમ અને 2 શિક્ષકો, પુલ પણ ક્યારે બનશે...?? બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો પછાત અને આદિવાસી વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં નિરક્ષરતાના વધુ પ્રમાણને લઇ રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોને સાક્ષર બનાવવા ભણતર માટે અનેક પ્રયાસો હાથ ધરી રહી છે ત્યારે અંબાજીથી પાંચ કિલોમીટર દૂરના અંતરે આવેલી છાપરી ગામની પ્રાથમિક શાળા જે 2016 થી કાર્યરત છે પરંતુ સરકાર દ્વારા શાળા તો બનાવી પણ શાળામાં ભણવા જવા માટે બાળકોને રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલ ચોમાસામાં રસ્તો પાણીમાં ગરકાવ થઇ ગયો છે, ને શાળામાં ભણવા જતા ધોરણ 1 થી 5 ના બાળકો જીવના જોખમે ભણવા જતા જોવા મળી રહ્યા છે. શિક્ષકોને પણ નાના બાળકોને પકડીને પાણીમાં રસ્તો પસાર કરવો પડે છે. આ શાળામાં જવા એક માત્ર રસ્તો છે જે તેલિયા નદીમાંથી પસાર થાય છે.જેથી બાળકો નદીના પાણીના પ્રવાહમાં પસાર થવા મજબુર બન્યા છે. જયારે આ નદીમાં પાણી વધારે આવી જાય તો શાળાના શિક્ષકોને બાળકોને લઇ ડુંગરાઓમાંથી શાળા સુધી પહોંચવું પડે છે, ને પહાડોમાં પણ પગ લપસી જવાના ભયના ઓથાર હેઠળ ભણતર માટે જવું પડે છે. આ નદી ઉપર વર્ષોથી પુલની માંગ કરવામાં આવી રહી છે પણ તે સંતોષાતી નથી. જયારે આ શાળામાં  બાલવાટિકા સાથે ધોરણ 1થી 5 ના વર્ગો ચાલે છે પણ હાલ માંડ 10 થી 15 વિદ્યાર્થીઓની હાજરી જોવા મળે છે ને ભણવા આવતા બાળકોને પણ પાણીમાં તણાઈ જવાનો તેમજ ડુંગરાઓ ઉપરથી લપસી પાડવાનો ડર લાગતો હોવાથી મોટાભાગે શાળાએ પણ આવતા નથી. જયારે વાલીઓ પણ આવી શાળામાં બાળકોને ભણવા ચોમાસાની ઋતુમાં મોકલતા નથી તો ક્યારેક કેટલાક વાલીઓને પણ બાળકોને મુકવા શાળાએ આવવું પડે છે ને તેમાં પણ વધારે વરસાદ હોય ને નદીમાં પાણીનું વહેણ વધતા વાલીઓ બાળકોને પાણીમાં તણાઈ જવાના ડરથી શાળામાં મોકલતા નથી. જેનાથી ચોમાસાના ચાર મહિના બાળકોનો અભ્યાસ પણ બગડે છે. જેને લઇ રોડથી શાળા સુધીના પુલની માંગ કરાઈ રહી છે. આ શાળામાં 2019 થી માત્ર બે ઓરડામાં જ બાલવાડી અને ધોરણ 1 થી 5 ના વર્ગો ચાલે છે તેમાં વર્ગોની ઘટ્ટના કારણે ત્રણ -ત્રણ વર્ગ બે રૂમોમાં બેસાડવા પડે છે.એટલુ જ નહીં,આ બાલવાડી અને ધોરણ 1 થી 5 ના વર્ગો વચ્ચે માત્ર 2 શિક્ષક જ મુકવામાં આવ્યા છે. ત્યારે....શું.....આ રીતે ભણશે ગુજરાત.... ?? તેવો સવાલ ઉઠે તે સ્વભાવિક છે.

સંબંધિત સમાચાર