રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય22 જુલાઈ, 2025| Super Admin

રક્ષાબંધન પહેલા કેન્‍દ્રીય કર્મચારીઓને DAના ગુડ ન્‍યૂઝ મળશે

રક્ષાબંધન પહેલા કેન્‍દ્રીય કર્મચારીઓને DAના ગુડ ન્‍યૂઝ મળશે
કેન્‍દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્‍થામાં ૩ થી ૪ ટકાનો વધારો થવાની સંભાવના રક્ષાબંધન પહેલા કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્‍શનરો માટે એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. અહેવાલો મુજબ કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્‍શનરોને વર્તમાન સાતમા પગાર પંચ હેઠળ ઓછામાં ઓછો એક વધુ DA (મોંઘવારી ભથ્‍થું) મળી શકે છે. હવે જો આપણે ફુગાવાના તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો જુલાઈ ૨૦૨૫માં કેન્‍દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્‍થામાં ૩ થી ૪ ટકાનો વધારો થવાની સંભાવના છે. આનાથી દેશના કરોડો કેન્‍દ્ર સરકારના કર્મચારીઓને રાહત મળશે. સામાન્‍ય રીતે મોંઘવારી ભથ્‍થામાં વધારો વર્ષમાં બે વાર ફેબ્રુઆરી-માર્ચ અને સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબરમાં જાહેર કરવામાં આવે છે જે અનુક્રમે જાન્‍યુઆરી અને જુલાઈથી લાગુ કરવામાં આવે છે. આનાથી કર્મચારીઓને વધતી જતી ફુગાવાનો સામનો કરવામાં મદદ મળે છે. આ વર્ષે માર્ચમાં ૨ ટકાના વધારા સાથે વર્તમાન મોંઘવારી ભથ્‍થાનો દર ૫૫ ટકા થયો છે. સરકારી કર્મચારીઓને DA આપવામાં આવે છે જ્‍યારે પેન્‍શનરોને DR આપવામાં આવે છે. કામદારો માટે મોંઘવારી ભથ્‍થું ઓલ ઈન્‍ડિયા કન્‍ઝ્‍યુમર પ્રાઇસ ઇન્‍ડેક્‍સ ફોર ઇન્‍ડસ્‍ટ્રિયલ વર્કર્સના આધારે ગણવામાં આવે છે. AICPI-IW ઇન્‍ડેક્‍સ દેશના ૮૮ ઔદ્યોગિક કેન્‍દ્રોમાં ૩૧૭ બજારોમાંથી એકત્રિત કરાયેલા છૂટક ભાવોના આધારે બહાર પાડવામાં આવે છે. દર મહિને શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે જોડાયેલ લેબર બ્‍યુરો કામદારો માટે ફુગાવો કેટલો વધ્‍યો છે કે ઘટયો છે તેની માહિતી આપે છે અને પછી તેના આધારે મોંઘવારી ભથ્‍થું કેટલું વધારવું જોઈએ તે નક્કી કરવામાં આવે છે.    

સંબંધિત સમાચાર