રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય20 જૂન, 2025| Super Admin

સીસીટીવી ફૂટેજ ફક્‍ત ૪૫ દિવસ માટે જ સુરક્ષિત રાખવામાં આવશે : ચૂંટણી પંચ

સીસીટીવી ફૂટેજ ફક્‍ત ૪૫ દિવસ માટે જ સુરક્ષિત રાખવામાં આવશે : ચૂંટણી પંચ
ચૂંટણી પંચે ચૂંટણીના વીડિયો અને ચિત્રો સુરક્ષિત રાખવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો ચૂંટણી પંચ (EC) એ ચૂંટણીના વીડિયો ફૂટેજ અને ચિત્રો સંગ્રહિત કરવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે સીસીટીવી ફૂટેજ સંગ્રહિત કરવાની સમય મર્યાદા ઘટાડીને ૪૫ દિવસ કરવામાં આવી છે. એટલે કે, હવે ચૂંટણી પરિણામોની જાહેરાત પછી ૪૫ દિવસની અંદર સીસીટીવી ડેટા ચૂંટણી પંચ પાસે સુરક્ષિત રહેશે. જો આ સમય સુધી ચૂંટણી પંચને કોઈ અરજી ન આવે તો તે ડેટાનો નાશ કરી શકાય છે.ચૂંટણી પંચના આ નિર્ણય વિશે તમામ રાજ્‍યોના મુખ્‍ય ચૂંટણી અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ઇન્‍ડિયન એક્‍સપ્રેસના અહેવાલ મુજબ, તાજેતરના દુરુપયોગને ધ્‍યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. કમિશને ઉલ્લેખ કર્યો છે કે કાયદા અનુસાર ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી ફરજિયાત નથી, પરંતુ તેનો ઉપયોગ આંતરિક વ્‍યવસ્‍થાપન સાધન તરીકે થાય છે. તમને જણાવી દઈએ કે અગાઉ વિવિધ પ્રકારના રેર્કોડિંગ ૩ મહિનાથી ૧ વર્ષ સુધી સુરક્ષિત રાખવામાં આવતા હતા. રિપોર્ટ મુજબ, ચૂંટણી પંચે તમામ CEO ને મોકલેલી પોતાની નવી સૂચનાઓમાં લખ્‍યું છે કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને દૂષિત વાણી-વર્તન ફેલાવવા માટે આ સામગ્રીનો દુરુપયોગ કરવામાં આવ્‍યો છે. આ કામ એવા લોકો દ્વારા કરવામાં આવ્‍યું છે જેઓ ઉમેદવાર પણ નહોતા. આવી સામગ્રીનો ઉપયોગ બહાર કરવામાં આવ્‍યો છે, જેના કોઈ કાનૂની પરિણામો આવશે નહીં. આ કારણે સમીક્ષા કરવામાં આવી છે.અગાઉની સૂચનાઓ અનુસાર, નામાંકન પહેલાના સમયગાળાના ફૂટેજ ૩ મહિના માટે સુરક્ષિત રાખવામાં આવતા હતા, જ્‍યારે તબક્કાના આધારે નામાંકન, પ્રચાર, મતદાન (મતદાન મથકોની અંદર અને બહાર) અને ગણતરીનું રેર્કોડિંગ ૬ મહિનાથી ૧ વર્ષ સુધી સુરક્ષિત રાખવાનો નિયમ હતો.

સંબંધિત સમાચાર