ખેરાલુ શહેરમાં શિયાળાની ઠંડી અને લગ્નસરાની મોસમનો લાભ ઉઠાવી સક્રિય બનેલા તસ્કરો એક જ રાતમાં બાઈક અને મંદિરની દાનપેટીમાંથી રોકડ ચોરી ગયા હતા.પ્રથમ બનાવ લીંબચ માતાના મંદિર પાસે બન્યો હતો. શહેરના અખબાર વિતરક અશોકભાઈ મોદીનો પુત્ર એક મિત્રના લગ્ન પ્રસંગે યોજાયેલા રાસ-ગરબામાં હાજરી આપવા લીંબચ માતાની વાડીએ ગયો હતો. ત્યારે તેણે બહાર પાર્ક કરેલ બાઈક તસ્કરો ચોરી ગયા હતા. બીજી તરફ, તસ્કરોએ બહુચરાજી માતાના મંદિરને નિશાન બનાવ્યું હતું. મધરાત બાદ મંદિરમાં ત્રાટકેલા ચોરોએ મંદિર તેમજ બાજુમાં આવેલા શિવાલયની દાનપેટીના તાળાં તોડી રોકડ રકમની ઉઠાંતરી કરી હતી.પૂજારી પપ્પુભાઈ દવેએ પોલીસને જાણ કરતાં જણાવ્યું કે, અંદાજે 15 થી 20 હજારની રોકડ ચોરાઈ છે. જોકે, અન્ય કોઈ સામાનની ચોરી થઈ નથી. પોલીસે પુજારીના નિવેદન આધારે તપાસ હાથ ધરી છે.
ખેરાલુમાં બહુચરાજી માતાજીના મંદિરની દાનપેટીની રોકડ ચોરાઇ

સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
12 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
