વડનગર તાલુકાના શાહપુર (વડ) ગામે વર્ષો જૂની અદાવતની આંચ ફરી એકવાર હિંસક અથડામણમાં ફેરવાઈ છે. ગામમાં ચાલતી જૂની દુશ્મનાવટના કારણે ચાર શખ્સોએ હુમલો કરી ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે તૂટી પડીને ત્રણ વ્યક્તિઓને લોહીલુહાણ કરી દીધા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે ભોગ બનનાર પક્ષે વડનગર પોલીસ મથકે ચાર શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
વડનગરના શાહપુર (વડ) ગામે લોહીયાળ જંગ: જૂની અદાવતમાં એક જ પરિવારના 3 લોકો પર જીવલેણ હુમલો

ટેગ્સ:#Vadnagar
સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
12 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
