રાજ્યમાં આજે એટલે કે 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુલ 9274 બેઠકો માટે મતદાન યોજાશે. મતદારો આજે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. સાથે ગરમીને ધ્યાને રાખી તંત્રએ બુથ પર પાણી-ORS સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલા ઇકરા મતદાન મથક પર મતદાન દરમિયાન અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આકરી ગરમી વચ્ચે મતદારો અને સ્ટાફ મુશ્કેલીમાં મુકાયા હતા. મતદારોએ મીણબત્તીઓ સળગાવીને અને મોબાઈલની ટોર્ચના અજવાળે મત આપવાનું ચાલુ રાખ્યું. આ ઉપરાંત EVM મશીન વારંવાર ખોટકાતું હોવાના આક્ષેપો પણ થયા હતા.
ભરૂચમાં લોકશાહીના પર્વ પર અંધારપટ

સંબંધિત સમાચાર
ગુજરાતઆજે મતદારો 25,000 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
3 કલાક પહેલા
ગુજરાતઝઘડિયા GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ, મેટ્રોપોલિટન એક્ઝેમ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત ATSની મોટી કાર્યવાહી: 'ગઝવા-એ-હિંદ'નું કાવતરું ઘડતા 2 કટ્ટરપંથી ઝડપાયા
4 દિવસ પહેલા
ગુજરાતસુરત ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી-સુરત હવાલા નેટવર્કનો પર્દાફાશ કર્યો, AAP સાથે જોડાયેલ CCTV ફૂટેજ સામે આવ્યા
6 દિવસ પહેલા
