"વાવ-થરાદ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. નવરચિત વાવ-થરાદ જિલ્લા પંચાયત તેમજ ભાભર અને થરાદ નગરપાલિકા માટે ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. લાંબા મંથન બાદ ભાજપ હાઈકમાન્ડે આખરે આ નામો પર મહોર મારી છે." "આ યાદીમાં પક્ષ દ્વારા અનુભવી ચહેરાઓ સાથે યુવા રક્તને પણ સ્થાન આપવામાં આવ્યું હોવાનું જણાય છે. ખાસ કરીને થરાદ અને ભાભર નગરપાલિકામાં ટિકિટ મેળવવા માટે મોટો ધસારો હતો, જેની વચ્ચે પક્ષે જીતી શકે તેવા ઉમેદવારો પર પસંદગી ઉતારી છે. નવરચિત જિલ્લા પંચાયતમાં પણ સીમાંકન બાદ પ્રથમ વખત યોજાનારી આ ચૂંટણી માટે ભાજપ સંગઠન હવે આક્રમક મૂડમાં છે."
ભાજપે માર્યું મેદાન! પ્રથમ યાદી જાહેર
ભાજપનું મિશન વાવ-થરાદ: જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઆવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ : શ્રાવણ માસને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ
20 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં ધીમીધારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં : વાહનચાલકો પરેશાન
20 કલાક પહેલા
બનાસકાંઠામાલગઢ ખાતે ડીસા તાલુકા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા નીકળી : સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું
20 કલાક પહેલા
બનાસકાંઠાકાંકરેજના ખીમાણા ગામે તિરંગા યાત્રા યોજાઈ
20 કલાક પહેલા












