ગુજરાતી અભિનેત્રી અને સિંગર નેહા સુથારની જીત થઇ છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની ફૂદેદા બેઠક પર નેહા સુથારે જીત નોંધાવી છે. અભિનેત્રીમાંથી રાજકારણમાં આવેલ નેહા સુથારે જીત નોંધાવી છે. જણાવીએ કે રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત સહિત કુલ હજારો બેઠકો માટે મતદાન બાદ હવે મતગણતરી ચાલી રહી છે.
રાજ્યમાં મત ગણતરીને પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઉના પાલિકામાં મણિરાજ બારોટ અને સિંગર રાજલ બારોટની જીત થઇ છે. ભાજપની જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જયારે બીજી બાજુ લાઠી તાલુકાની ચાવંડ બેઠક પર માયાભાઈ આહીરના પુત્રી સોનલબેન ડેરની કારમી હાર થઇ છે.
વડોદરાની પોર બેઠક પર ભાજપની જીત થઇ છે. ભાજપ ઉમેદવાર અને સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની જીત થઇ છે. ભાજપે વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પર કબ્જો કર્યો છે. જણાવીએ કે ભાજપે આ વખતે યુવા ચહેરાઓને ટિકિટ આપી હતી. જોકે ભાજપના ઉમેદવારની જીત થતા કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાજપનો જાદુ સફળ, સોશિયલ મીડિયા સ્ટાર અંકિત પરમાર, રાજલ બારોટ અને નેહા સુથારની જીત

સંબંધિત સમાચાર
ગુજરાતસુરતમાં ઓનલાઈન ફૂડ ઓર્ડરથી 5 વર્ષની આર્યાનો જીવ લીધો!
21 કલાક પહેલા
ગુજરાતસાયબર ક્રાઇમ બ્રાન્ચે 'બોસ કૌભાંડ'નો પર્દાફાશ કર્યો, ચીન અને પાકિસ્તાન સાથે લિંક્સ; 10,000 થી વધુ ઉપકરણો સુરક્ષિત
1 દિવસ પહેલા
ગુજરાતજન્મદિવસના 11 દિવસ પહેલા સ્વિમિંગ પુલમાં ડૂબી ગયા જોડિયા બાળકો
1 દિવસ પહેલા
ગુજરાતનોકરાણીઓથી સાવધાન! અનેક ઘરોમાંથી લાખો રૂપિયાની ચોરીઓનો પર્દાફાશ
3 દિવસ પહેલા
