રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 મે, 2026| Super Admin

પાટણમાં ભાજપ નિરીક્ષકો દ્વારા જિલ્લા પંચાયત અને સિદ્ધપુર પાલિકાના સભ્યોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

પાટણમાં ભાજપ નિરીક્ષકો દ્વારા જિલ્લા પંચાયત અને સિદ્ધપુર પાલિકાના સભ્યોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

સેન્સ પ્રક્રિયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે આખરી નિર્ણય

પાટણ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા પદાધિકારીઓની વરણી માટે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકોએ બે દિવસીય બેઠક યોજી હતી. જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ્' ખાતે ચૂંટાયેલા સદસ્યો અને સંગઠનના હોદ્દેદારો પાસેથી વન-ટુ-વન અભિપ્રાય મેળવી પ્રમુખ, ઉપપ્રમુખ અને સમિતિઓના ચેરમેન માટે નામોની પસંદગીની કવાયત હાથ ધરાઈ હતી

પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત ત્રણ નિરીક્ષકો દિલીપ પટેલ, બાબુભાઈ જેબલિયા અને આશાબેન નકુમે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રથમ દિવસે 7 તાલુકા પંચાયત અને પાટણ નગરપાલિકા માટે બેઠકો યોજાઈ હતી. બીજા દિવસે રવિવારે જિલ્લા પંચાયત અને સિદ્ધપુર નગરપાલિકા માટે અભિપ્રાય લેવાની કામગીરી કરવામાં આવી હતી.

આ પ્રક્રિયામાં ૭ તાલુકા પંચાયતના ૯૫ સદસ્યો, પાટણ નગરપાલિકાના ૨૪ સદસ્યો, જિલ્લા પંચાયતના ૧૯ સદસ્યો અને સિદ્ધપુર પાલિકાના ૨૬ સદસ્યોએ નિરીક્ષકો સમક્ષ રૂબરૂ મળીને પોતાનો વ્યક્તિગત મત રજૂ કર્યો હતો. નિરીક્ષકો દ્વારા લેવાયેલા મંતવ્યો અને સૂચનોના આધારે જિલ્લા સંકલન બેઠકમાં દરેક પદ માટે ૩-૩ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આ પેનલનો અહેવાલ આગામી સપ્તાહમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાશે અને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં નામો પર આખરી મહોર માર્યા બાદ મેન્ડેટ જાહેર થશે અને જિલ્લાની તમામ સંસ્થાઓના નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવું નિરીક્ષકોની ટીમે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર