રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય14 એપ્રિલ, 2025| Super Admin

બાંગ્લાદેશ કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં હસીના, તેમની બહેન રેહાના અને બ્રિટિશ સાંસદ રિઝવાના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું

બાંગ્લાદેશ કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં હસીના, તેમની બહેન રેહાના અને બ્રિટિશ સાંસદ રિઝવાના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું

બાંગ્લાદેશની એક કોર્ટે રવિવારે રાજકીય સત્તાનો દુરુપયોગ કરીને જમીનના ગેરકાયદેસર સંપાદનના આરોપસર પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના, તેમની બહેન શેખ રેહાના, બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ રિઝવાના સિદ્દીક અને ૫૦ અન્ય લોકો સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. ઢાકા ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ, ઢાકા મેટ્રોપોલિટન સિનિયર સ્પેશિયલ જજ ઝાકીર હુસૈને ભ્રષ્ટાચાર વિરોધી પંચ (ACC) દ્વારા દાખલ કરાયેલી ત્રણ અલગ-અલગ ચાર્જશીટ પર વિચાર કર્યા પછી આ આદેશ આપ્યો હતો . અખબારે ACC ના સહાયક નિયામક (પ્રોસિક્યુશન) અમીનુલ ઇસ્લામને ટાંકીને જણાવ્યું હતું કે જજ હુસૈને ધરપકડના આદેશોના અમલ અંગેના અહેવાલોની સમીક્ષા કરવા માટે 27 એપ્રિલની તારીખ નક્કી કરી છે. કોર્ટના સૂત્રોને ટાંકીને, બંગાળી અખબાર પ્રોથોમ આલોએ અહેવાલ આપ્યો છે કે ACC એ તાજેતરમાં પ્લોટ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપોમાં ત્રણ અલગ અલગ કેસોમાં 53 લોકો સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. અખબારમાં જણાવાયું છે કે હસીના સહિત તમામ 53 આરોપીઓ ફરાર હોવાથી, કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. ૧૦ એપ્રિલના રોજ, આ જ કોર્ટે રાજુક પ્લોટ ફાળવણી સંબંધિત એક અલગ ભ્રષ્ટાચાર કેસમાં હસીના, તેમની પુત્રી સાયમા વાઝેદ પુતુલ અને અન્ય ૧૭ લોકો સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

સંબંધિત સમાચાર