રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા31 જાન્યુઆરી, 2025| Super Admin

બંધનું એલાન નિષ્ફળ; બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે ભાભરમાં રેલી યોજાઈ

બંધનું એલાન નિષ્ફળ; બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે ભાભરમાં રેલી યોજાઈ
શહેર સેવા સમિતિ દ્વારા રેલી બાદ મામલતદારને આવેદનપત્ર અપાયું: ગુજરાત સરકાર દ્વારા ગત ૧ જાન્યુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા વાવ- થરાદ જિલ્લાની રચના કરવામાં આવતા જિલ્લાના કેટલાક તાલુકાના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. વિરોધનો આ વંટોળ અત્યાર સુધીના શાંત ભાભરમાં પણ પહોંચ્યો છે. તેના પડઘા પડતા જિલ્લા વિભાજન મુદ્દે રાજકીય ઘમાસાણનો ખેલ જામ્યો છે.ભાભરનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા ભાભરને બનાસકાંઠા રાખવા અથવા અલગ ઓગડ જિલ્લો જાહેર કરી ઓગડ જિલ્લામાં સમાવેશ કરવા માટે ભાભર શહેર સેવા સમિતિ દ્વારા બેનરો લગાવી ભાભર બંધ રાખી વિરોધ દર્શાવવા આહવાન કરવામાં આવ્યું હતું. પરંતુ સવારથી ભાભરની બજારો રાબેતા મુજબ ચાલુ રહેતા બંધનું એલાન નિષ્ફળ રહ્યું હતું. જો કે શહેર સેવા સમિતિના નેજા હેઠળ રેલી યોજાઈ હતી. તેમાં ભાભર તેમજ તાલુકાના આગેવાનો અને લોકો જોડાયા ન હતા. તેથી રેલીને પણ લોકોનું સમર્થન મળ્યું ન હતું એટલે ગણ્યા ગાંઠ્યા લોકો રેલીમાં જોવા મળ્યા હતા. રેલી બાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. આ રેલી શ્રીરામ સર્કલ દિયોદર ત્રણ રસ્તાથી પ્રસ્થાન કરીને શહેરના હાઈવે ઉપર ફરીને 'મારો જિલ્લો ઓગડ જિલ્લો' ના નારા સાથે મામલતદારને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાભરના કેટલાક આગેવાનોએ વાવ થરાદ જિલ્લા સાથે સમર્થન જણાવતા મામલો ચગડોળે ચડ્યો હતો.

સંબંધિત સમાચાર