રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠા; થરાદના ડુવામાં હત્યા મામલે છ આરોપીઓની અટકાયત

બનાસકાંઠા; થરાદના ડુવામાં હત્યા મામલે છ આરોપીઓની અટકાયત
બનાસકાંઠા ના થરાદના ડુવા ગામમાં લવ મેરેજની અદાવતમાં યુવતીના પરિવારના 12 શખ્સોએ યુવકના પિતાની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. લવ મેરેજની અદાવદમાં ઉશ્કેરાયા યુવતીના પરિવારે યુવકના પરિવાર પર હિચકારો હુમલો કરી યુવકના પિતાની હત્યા કરી હતી. આ મામલે 12 આરોપી સામે ગુનો નોંધી 6 આરોપીઓની અટકાયત કરી હતા જ્યારે ફરાર થયેલા 6 આરોપીને ઝડપવા 3 ટીમો બનાવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદના ડુવા ગામના યુવાનને પ્રેમ લગ્નમાં પોતાના પિતાને ખોવાનો વારો આવ્યો છે. 20 દિવસ અગાઉ થરાદના ડુવા ગામના શ્રવણ ડાંગી નામના યુવકે પાવડાસણ ગામની સુખી વણકર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે આ પ્રેમ લગ્ન સુખીબેન વણકરના પરિવારને માન્ય ન હતો. જેથી સુખીબેન ના પરિવારે શ્રવણ ના પરિવાર સાથે મુલાકાત કરી પોતાની દીકરીને સાથે લઈ જવા માટે કહ્યું હતું પરંતુ સુખીબેન વણકર પોતાના પરિવાર સાથે જવા માટે તૈયાર ન હતા જેથી પરિવાર પોતાની દીકરી સુખીબેનને લીધા વગર પોતાના ગામ પાવડાસણ ખાતે પહોંચ્યા હતા. ગાડીને ટક્કર મારી તિક્ષ્ણ હથિયારથી હુમલો: દરમિયાન ધાખા ડુવા રોડ પર શ્રવણની ગાડી ને ટક્કર મારી સુખીબેનના પરિવારજનો દ્વારા શ્રવણભાઈના પરિવાર પર લાકડી પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં શ્રવણભાઈના પિતા પ્રહલાદભાઈ ડાંગીના માથામાં તીક્ષ્ણ હથિયાર વાગી જતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત 3 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર