રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ7 જૂન, 2025| Super Admin

પાટણમાં બકરી ઈદની ઈદગાહ સહિત શહેરની અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરાઇ

પાટણમાં બકરી ઈદની ઈદગાહ સહિત શહેરની અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરાઇ
પાટણમાં કોમી એખલાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઈદનો તહેવાર ઉજવાયો; પાટણ શહેર અને જિલ્લામાં શનિવારે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની કોમી એખલાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પાટણ શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલ ઈદગાહ સહિત શહેર ની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાઝ અદા કરી હતી. ઈદગાહ ખાતે મૌલાના સિદ્દીક સાહેબે નમાઝ અદા કરાવી અને કુરાન શરીફનો પાઠ કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌ મુસ્લિમોને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નમાઝ પછી તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારકની મુબારકબાદી પાઠવી હતી.આ પ્રસંગે મૌલાના ઈમરાને દેશમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે ખુદાતાલાને મુસ્લિમ બિરાદરો દ્રારા દુવા ફરમાવવામાં આવી હોવાનું જણાવી પુલવામા બનેલા આતંકવાદી હુમલાને શખત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો. સુરક્ષાની દૃષ્ટિએ ઈદગાહ સહિત શહેરના મુસ્લિમ વિસ્તારોમાં જિલ્લા પોલીસ વડાની સુચના આધારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બકરી ઈદની સમગ્ર પાટણ શહેર અને જિલ્લામાં કોમી એખલાસ અને હર્ષોલ્લાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર