રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા11 મે, 2026| Super Admin

ડીએપી ખાતરમાં કમરતોડ ભાવ વધારો : સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ઉગ્ર રોષ

ડીએપી ખાતરમાં કમરતોડ ભાવ વધારો : સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ઉગ્ર રોષ

આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના એંધાણ

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખાતર મુદ્દે અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વડાલી તાલુકાના ખેડૂતો ડીએપી ખાતરના ભાવમાં કરવામાં આવેલા વધારાને લઈને આક્રમક મૂડમાં છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાતરના ભાવમાં જે વધારો ઝીંકવામાં આવ્યો છે, તેને લઈને ખેડૂતોનું કહેવું છે કે આ વધારો તેમની કમર તોડી નાખશે. વડાલીના ખેડૂતોએ તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી છે. વડાલીમાં ખેતીના મુખ્ય સ્ત્રોત ગણાતા ડીએપી ખાતરના ભાવ વધારાએ ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે. વડાલીના કેસરગંજ ગામના ખેડૂતોએ આજે સરકાર સામે બાંયો ચઢાવી છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતીમાં બિયારણ, વિજ બિલ,મજૂરી અને ડીઝલના ભાવ પહેલાથી જ આસમાને છે, તેમાં પણ હવે સરકારે ડીએપી ખાતરના ભાવ વધારીને ખેડૂતો માટે આફત સર્જી છે.

કેસરગંજ ગામના ખેડૂતોએ એક અવાજે માંગ કરી છે કે જો સરકાર આ ભાવ વધારો પરત નહીં ખેંચે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂતોનું માનવું છે કે સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે અને બીજી તરફ ખેતીના ખર્ચમાં સતત વધારો કરી રહી છે. ખેડૂતો કહી રહ્યા છે કે અમે ખેતી કરીને માંડ અમારું ગુજરાન ચલાવીએ છીએ. ડીએપી ખાતર વગર ખેતી શક્ય નથી અને સરકારે તેના ભાવ એટલા વધારી દીધા છે કે હવે ખેતી કરવી પરવડે તેમ નથી. આ ભાવ વધારો તાત્કાલિક પરત ખેંચવો જોઈએ, નહીં તો અમે રસ્તા રોકીશું અને આંદોલન તેજ કરીશું.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડીએપી ખાતરમાં ભાવ વધારો કરતા સરકારે ખેડૂતોની કમ્મર તોડી છે. ખેડૂતોનું માનવું છે કે ડીએપી ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવામાં ન આવે તો આવનાર દિવસોમાં ખેડૂતો રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે નવા એક આંદોલનનો માર્ગ અપનાવશે તે નક્કી છે તેવામાં જોવાનું એ રહેશે કે સરકાર પોતાનો નિર્ણય પરત ખેંચે છે કે પછી ભાવ વધારો યથાવત રાખે છે કે કેમ ?

ટેગ્સ:#fertilizer#sabarkantha

સંબંધિત સમાચાર