રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત21 ડિસેમ્બર, 2025| Super Admin

ગુજરાત ATSને કચ્છ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એક મોટી સફળતા મળી


કચ્છમાંથી પકડાયો ભિવાની કોર્ટ હત્યા કેસનો ફરાર શૂટર : ગુજરાત ATSએ વિકાસ અને આશ્રય આપનાર દિન્કેશને દબોચ્યા

(જી.એન.એસ) તા. ૨૧

કચ્છ,

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ના અધિકારીઓને હરિયાણાની કુખ્યાત રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગના શૂટરની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાત ATSને કચ્છ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એક મોટી સફળતા મળી છે. હરિયાણામાં ધોળે દિવસે હત્યાની ઘટનાને અંજામ આપી નાસતા ફરતા કુખ્યાત રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગના શૂટરને કચ્છના રાપરમાંથી દબોચી લેવામાં આવ્યો છે. આ શૂટરની સાથે તેને આશ્રય આપનાર તેના સાગરીતની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર ઓપરેશનની કડી ગુજરાત ATSને મળેલી એક સચોટ બાતમીથી મળી હતી. બાતમી એવી હતી કે, હરિયાણાનો વોન્ટેડ ગુનેગાર વિકાસ ઉર્ફે ગોલુ જસબિરસિંધ શ્યોરાણ હાલમાં કચ્છના રાપરમાં છુપાયેલો છે. આ માહિતીની ખરાઈ કર્યા બાદ, કચ્છ પોલીસ સાથે સંકલન સાધીને રાપરના નાગેશ્વર પાર્ક વિસ્તારમાં આવેલા એક આર.ઓ. પ્લાન્ટ પાસેના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે અહીંથી વિકાસ ઉર્ફે ગોલુ અને તેને આશરો આપનાર દિન્કેશ ઉર્ફે કાલીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ની પૂછપરછ દરમિયાન આરોપી વિકાસે કબૂલાત કરી હતી કે, 4 સપ્ટેમ્બર 2025ના રોજ તેણે હરિયાણાના ભિવાની કોર્ટ પરિસરમાં અજય અને રોહિત નામના સાગરીતો સાથે મળીને લવજીત (રોહતક) નામના શખસની ગોળી મારી હત્યા કરી હતી. 

તેમજ પોલીસની ટીમ દ્વારા આરોપીઓ એ જણાવ્યું હતું કે, આ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાએ મોકલી આપી હતી. હત્યા બાદ ફરાર થયેલો વિકાસ નવેમ્બર મહિનામાં રાપર ખાતે દિન્કેશ ઉર્ફે કાલી પાસે રહેવા આવ્યો હતો. દિન્કેશ પોતે હરિયાણાના કેથલનો રહેવાસી છે અને નવીન બોક્સરના કહેવાથી તેણે આ શૂટરને છુપાવવામાં મદદ કરી હતી.



Source link

સંબંધિત સમાચાર