રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય26 મે, 2025| Super Admin

કમાણી માટે યુદ્ધો પેદા કરવાનું કામ અમેરિકા ૧૦૦ વર્ષથી કરતું આવ્યું છે : પાક. સંરક્ષણ મંત્રી આસીફ 

કમાણી માટે યુદ્ધો પેદા કરવાનું કામ અમેરિકા ૧૦૦ વર્ષથી કરતું આવ્યું છે : પાક. સંરક્ષણ મંત્રી આસીફ 

અમેરિકનોએ અનેક યુદ્ધોનો ફાયદો ઉઠાવ્યો : પાક. મંત્રી આસીફ

(જી.એન.એસ) તા. 26

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓએ અમેરિકા પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, બે દેશો વચ્ચે યુદ્ધ કરાવીને અમેરિકા પોતાના હથિયારો વેચીને કરોડો ડોલર કમાય છે. 

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફ આ વીડિયોમાં કહી રહ્યા છે કે અમેરિકા યુદ્ધો પેદા કરે છે, આ કામ તે છેલ્લા ૧૦૦ વર્ષથી કરતુ આવ્યું છે. અમેરિકાએ આશરે ૨૬૦ જેટલા યુદ્ધો લડયા છે. ક્યારેક આ દેશને અન્ય દેશ સાથે લડાવી દે છે. બે દેશો વચ્ચે યુદ્ધ કરાવીને અમેરિકા બાદમાં મોટી કમાણી કરે છે.  પાક.ના સંરક્ષણ મંત્રી વધુમાં કહી રહ્યા છે કે અમેરિકાએ યુદ્ધો કરાવીને કમાણી કરી છે જેના અનેક ઉદાહરણો છે. અમેરિકાએ આવુ સીરિયા, ઇજિપ્ત, લિબિયા સહિતના અનેક દેશો સાથે કર્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું આ નિવેદન એવા સમયે સામે આવી રહ્યું છે જ્યારે આ મહિને જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. અગાઉ પાક.ના સંરક્ષણ મંત્રી પોતાના દેશમાં આતંકવાદ માટે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવી ચુક્યા છે. ખ્વાજા આસીફનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  



Source link

સંબંધિત સમાચાર