રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય24 મે, 2025| Super Admin

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ‘વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ’ પાસ કર્યો

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ‘વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ’ પાસ કર્યો

શરૂઆતમાં આ ટેક્સ રેટ 5% હતો, પરંતુ વધુ વિવાદ થતા ઘટાડીને 3.5% કરવામાં આવ્યો

(જી.એન.એસ) તા. 24

વોશિંગ્ટન,

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક નવો ઠરાવ પસાર કર્યો છે જેમાં, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 22 મેના રોજ ‘વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ’ પાસ કર્યો. આ બિલ મુજબ, અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો દ્વારા તેમના દેશમાં મોકલવામાં આવતા પૈસા (રેમિટન્સ) પર ટેક્સ લાદવામાં આવશે. 

શરૂઆતમાં આ ટેક્સ રેટ 5% હતો, પરંતુ વધુ વિવાદ થતા ઘટાડીને 3.5% કરવામાં આવ્યો છે. આની સૌથી મોટી અસર ભારતીય ઇમિગ્રન્ટ્સ અને ભારતીય અર્થતંત્ર પર પડશે, કારણ કે અમેરિકાથી સૌથી વધુ રેમિટન્સ ભારતમાં આવે છે. સેનેટ દ્વારા પસાર થયા બાદ આ કાયદો 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે.

આ એક નવું ટેક્સ બિલ છે, જે અમેરિકામાં કામ કરતા વિદેશી લોકોને લાગુ પડતું આ એક નવી ટેક્સ બિલ છે. આ અંતર્ગત, અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો પોતાના દેશમાં પૈસા મોકલે છે, તો તે રકમ પર 3.5% ટેક્સ ચૂકવવો પડશે. શરૂઆતમાં આ ટેક્સ રેટ 5% રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ વિવાદ બાદ તેને ઘટાડીને 3.5% કરવામાં આવ્યો.

એટલે કે જો હવે અમેરિકાથી રૂ. 1,00,000 મોકલવામાં આવે છે, તો 3.5% ટેક્સ મુજબ રૂ. 3500 ટેક્સ ચૂકવવાનો રહેશે. 

ભારત અમેરિકાથી સૌથી વધુ રેમિટન્સ મેળવે છે. 2023-24માં ભારતને કુલ 130 બિલિયન ડોલરનું રેમિટન્સ મળ્યું હતું, જેમાંથી 23.4% (30 બિલિયન ડોલર) અમેરિકાથી આવ્યું હતું. 3.5% ટેક્સના કારણે ભારતીય ઇમિગ્રન્ટ્સને દર વર્ષે 1.05 બિલિયન ડોલર એટલે કે 8750 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે, જેની સીધી અસર ભારતના અર્થતંત્ર, રિયલ એસ્ટેટ અને રોકાણ પર પડશે. આ ટેક્સનો મુખ્ય ઉદ્દેશ યુએસ સરકાર માટે વધારાની આવક ભેગી કરવાનો છે. 



Source link

સંબંધિત સમાચાર