રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય24 મે, 2025| Super Admin

અમેરિકાની બહાર ઉત્પાદન કરવા પર એપલ, સેમસંગ અન્ય સ્માર્ટફોન મેકર્સ ને 25% ટેરિફ લાગુ પડશે  

અમેરિકાની બહાર ઉત્પાદન કરવા પર એપલ, સેમસંગ અન્ય સ્માર્ટફોન મેકર્સ ને 25% ટેરિફ લાગુ પડશે  

(જી.એન.એસ) તા. 24

વોશિંગ્ટન,

બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, તે સમયે અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ એપલને અમેરિકા બહાર ઉત્પાદન કરવા પર 25 ટકા ટેરિફ લાદવાની ચીમકી આપી હતી ત્યારબાદ હવે ટ્રમ્પે સ્પષ્ટતા આપી હતી કે, આ ટેરિફ માત્ર એપલ પર જ નહીં, પણ સેમસંગ જેવા અન્ય સ્માર્ટફોન મેકર્સ પર પણ લાગુ થશે. ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કૂકને જણાવ્યું હતું કે, જો તેઓ અમેરિકાની બહાર ભારત સહિત અન્ય દેશોમાં આઈફોનનું ઉત્પાદન કરશે તો તેમણે પ્રોડક્ટ વેચવા માટે 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા ટ્રુથ પર આ જાહેરાત કર્યા બાદ વ્હાઈટ હાઉસ ખાતે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે, અમેરિકામાં વેચાણ કરતી સેમસંગ સહિત કોઈપણ સ્માર્ટફોન કંપની પર આ ટેરિફ લાગુ થશે. એપલ અમેરિકામાં અફોર્ડેબલ આઈફોનના ઉત્પાદન કરી શકે છે. તેની મોટાભાગની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા ઓટોમેટેડ બની છે. આ સુવિધા સાથે તે વધુ સરળતાથી અને ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકે છે. એપલ હાલ અમેરિકામાં 6 કરોડ આઈફોનનું વેચાણ કરે છે. 

મહત્વનું છે કે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પના આ ટેરિફની ભીતિ માત્ર એપલ સુધી સીમિત નથી. તેમણે પોલિસીમાં સ્પષ્ટતા આપી છે કે, તેની અસર દક્ષિણ કોરિયન કંપની સેમસંગ પર પણ થશે. સેમસંગ પણ અમેરિકામાં મોટાપ્રમાણમાં સ્માર્ટફોનનું વેચાણ કરે છે. પરંતુ તેના મોટાભાગના ઉત્પાદન દક્ષિણ કોરિયા, વિયેતનામ, ભારત અને બ્રાઝિલમાં થાય છે. વર્ષો પહેલાં ચીનમાંથી એક્ઝિટ લીધા બાદ પણ સેમસંગ અમેરિકામાં ઉત્પાદન કરતી નથી. તેથી તેણે પણ આ ટેરિફ ચૂકવવો પડશે. આ સિવાય અમેરિકામાં વેચાણ કરી રહેલા અન્ય કોઈપણ ફોન મેકર પર ટેરિફ લાગુ થશે. નહીં તો આ નિયમ અન્યાયી ગણાશે.

ઉલ્લેખનીય છે કે, એપલ દ્વારા થોડા સમય અગાઉ પણ અમેરિકામાં આઈફોનના ઉત્પાદન મામલે લાંબી દલીલ કરી હતી કે, અમેરિકામાં આઈફોનની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધુ હોવાથી ફોનના ભાવ વધી શકે છે. નિષ્ણાતોના મતે અમેરિકામાં એશિયાની જટિલ સપ્લાય ચેઈનના માધ્યમથી આઈફોનની કોસ્ટ 30 અબજ ડોલર છે. જે અમેરિકામાં ઉત્પાદન કરવાથી ત્રણ ગણી 1000 ડોલર સુધી વધી શકે છે. 

આઈફોન નું ઉત્પાદન કરતી કંપની એપલ દ્વારા ભારતમાં તેની ઉત્પાદન ક્ષમતા સતત વધારી રહી છે. સીઈઓ ટીમ કૂકે અગાઉ પોતાના રોકાણકારોને કહ્યું હતું કે, અમેરિકામાં વેચાતાં મોટાભાગના આઈફોનના ઉત્પાદન ભારતમાં થશે. કંપની તેની સપ્લાય ચેઈનને ડાયવર્સિફાય કરી રહી છે. પરંતુ ટ્રમ્પના આ નવા ટેરિફ નિયમથી કૂકની આ યોજના ખોરંભે ચડી શકે છે. 



Source link

સંબંધિત સમાચાર