થરાદ તાલુકાના મિયાલ ગામે રવિ સીઝનમાં પૂરતો વીજ પુરવઠો નહી મળતાં ખેડૂતો પરેશાન થતાં આખરે ફીડરના અધિકારી સામે લાલઘુમ બનવું પડ્યું હતું થરાદ તાલુકાના મિયાલ ગામે યુજીવીસીએલ ફીડર આવેલું છે પરંતુ ખેડૂતોને શિયાળુ સીઝનમાં સિંચાઈ માટે વીજ પાવર આપવા માટે કર્મચારીઓ તેમજ અધિકારીઓ મનમાની કરી રહ્યા છે સમયસર વીજ પાવર આપવો નહી અને જો વીજ પાવર આપવામાં આવે તો વારંવાર વીજ પુરવઠો કાપી નાખવો જેથી ખેડૂત પરિવારોને છેલ્લા કેટલાય સમયથી હેરાન પરેશાન કરવામાં આવે છે. જેથી ગામના મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ વીજ ફીડર ખાતે જઈ હાજર રહેલ અધિકારીને ત્તડાવવામાં આવ્યો હતો જેમાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી પરંતુ વીજ કર્મીઓના મોઢા ઉપર જરા પણ ખેડૂતોની વેદનાની અસર જોવા મળી નહોતી જેથી થરાદ પંથકમાં વીજ કર્મીઓ અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે તો સ્થાનિક નેતાઓને આ બાબતે ખેડૂતોની વેદના જોઈને વીજ કર્મીઓ અધિકારીઓની શાન ઠેકાણે લાવી ખડુત પરિવારોને ન્યાય મળે તેવું ધરતીપુત્રો ઈચ્છી રહ્યાં છે.
બનાસકાંઠા20 ડિસેમ્બર, 2024
થરાદ તાલુકાના મીયાલ ગામે રવિ સીઝનમાં સમયસર વિજ પુરવઠો ન મળતાં ખેડૂતો બન્યા અધિકારીઓ સામે લાલઘુમ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
