બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી અંબાજી ગ્રામ પંચાયતમાં રાત્રે 12:00 વાગ્યાથી લોકો ઈ-કેવાયસી માટે લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. આસપાસના ગામડાઓમાંથી પણ લોકો રાત્રે જ ઈ-કેવાયસી કરાવવા માટે અંબાજી આવી ગયા હતા. તો કહી શકાય કે, ઈ-કેવાયસીને લઈને લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ લોકો માટે ઠંડી સજારૂપ બની છે. ગઈકાલે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઈ-કેવાયસીની હેરાનગતિને લઈ દાંતા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે આજે પણ અંબાજી ગ્રામ પંચાયત ખાતે લોકો રાત્રિના સમયથી લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. નાના-નાના બાળકો પણ લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. ઈ-કેવાયસીને લઈ દાંતા તાલુકામાં સર્વરના ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેને લઇને નાનાથી મોટા લોકો ભારે હેરાન પરેશાન જોવા મળી રહ્યાં છે.
યાત્રાધામ અંબાજીમાં ઈ-કેવાયસી કરવા વહેલી સવાર થી લોકો લાઈનોમાં જોડાયા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ બનાસ નદીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર હાઈવે પર સ્પા સેન્ટર ઉપર દરોડો : થાઈલેન્ડની 5 યુવતીઓ સહિત 7 ની અટકાયત
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના હવાઇ પિલર નજીકથી મોટર સાયકલની ચોરી : પોલીસ ફરિયાદ નોંધાઈ
2 દિવસ પહેલા
બનાસકાંઠારાજ્યસભાના ઉપાધ્યક્ષે પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા
2 દિવસ પહેલા
