રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય30 એપ્રિલ, 2025| Super Admin

લિબરલ પાર્ટીના નેતા માર્ક કાર્નીએ બહુમત સાથે કેનેડાની ચુંટણીમાં ઇતિહાસ રચ્યો

લિબરલ પાર્ટીના નેતા માર્ક કાર્નીએ બહુમત સાથે કેનેડાની ચુંટણીમાં ઇતિહાસ રચ્યો

ખાલિસ્તાન સમર્થક જગમીતની NDP પાર્ટીને કારમી હાર, આપ્યું રાજીનામું

(જી.એન.એસ) તા. 29

ઑન્ટારિયો/ટોરોન્ટો,

કેનેડામાં 28 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાઈ હતી, જેનું મતગણતરી બાદ પરિણામ સામે આવ્યું છે. મતગણતરીના શરુઆતી ધોરણો મુજબ માર્ક કાર્નીની લિબરલ પાર્ટી 343 બેઠકોમાં બહુમતી સાથે જીત હાંસલ કરી રહી છે.

ડાપ્રધાન માર્ક કાર્નીની લિબરલ પાર્ટી ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. પોતાના સમર્થકોને સંબોધતા કાર્નેએ કહ્યું કે, ‘કેનેડાની સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. જ્યારે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે બેસીશ ત્યારે આ બે સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે ભવિષ્યના આર્થિક અને સુરક્ષા સંબંધો પર ચર્ચા કરશે.

કાર્નીએ વધુમાં કહ્યું કે, આપણે ઇતિહાસના એક મહત્ત્વપૂર્ણ  વળાંક પર છીએ. અમેરિકા સાથે અમારો જૂનો સંબંધ છે, જે ધીમે ધીમે વધતા એકીકરણ પર આધારિત હતો, હવે જૂના સંબંધો હવે પૂરા થઈ ગયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સ્થાપિત ખુલી વૈશ્વિક વેપાર પ્રણાલી જેના પર કેનેડા બીજા વિશ્વયુદ્ધથી આધાર રાખે છે. એ હવે પૂરું થયું. અમેરિકી વિશ્વાસઘાતના આઘાતમાંથી આપણે બહાર આવી ગયા છીએ, પરંતુ આપણે તેમાંથી મળેલા બોધપાઠને ભૂલવો ન જોઈએ.

બીજી બાજુ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો વારંવાર બચાવ કરનારા જગમીત સિંહને કેનેડાની સામાન્ય ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કેનેડાના ખાલિસ્તાન સમર્થક નેતાની આ હારથી અલગતાવાદી એજન્ડાને પણ મોટો ફટકો પડ્યો છે. સોમવારે હાર સ્વીકારતા જગમીત સિંહે સંસદમાંથી પણ રાજીનામું આપી દીધું. એટલું જ નહીં, પરિસ્થિતિ એવી છે કે તેમની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને તેના કારણે તે રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પણ ગુમાવી શકે છે. કોઈપણ પક્ષનો રાષ્ટ્રીય દરજ્જો જાળવી રાખવા માટે ઓછામાં ઓછી 12 બેઠકો જીતવી જરૂરી છે, જેમાં NDP સફળ થઈ શક્યું નથી. જગમીત સિંહે પાછલી ઘણી ચૂંટણીઓમાં પોતાને કિંગમેકર તરીકે જોયા હતા, પરંતુ આ વખતે તેઓ દરેક રીતે નબળા પડી ગયા છે.

માર્ક કાર્ની સત્તાધારી લિબરલ પાર્ટીના ઉમેદવાર છે જ્યારે પિયરે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર છે. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ધમકી આપી હતી. જે બાદ કેનેડામાં દેશભક્તિની ભાવના મજબૂત થઈ. જેનો ફાયદો લિબરલ પાર્ટીને થયો હોય તેવું અનુમાન છે. માર્ક કાર્ની કેનેડા અને બ્રિટનની સેન્ટ્રલ બૅન્કોમાં ગર્વનર રહી ચૂક્યા છે. જસ્ટિન ટ્રુડો બાદ તેમણે કેનેડાના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી. 

સતત આઠ વર્ષ સુધી NDPના વડા રહેલા જગમીતે હાર સ્વીકારતા કહ્યું કે, ‘હું નિરાશ છું કે આપણે વધુ બેઠકો જીતી ન શક્યા. પણ હું અમારી પ્રવૃત્તિઓને લઈને નિરાશ નથી. હું અમારા પક્ષ વિશે આશાવાદી છું. હું જાણું છું કે, અમે હંમેશા ડર કરતાં આશાને પસંદ કરીશું. 



Source link

સંબંધિત સમાચાર