રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય24 એપ્રિલ, 2025| Super Admin

મિસાઈલ ટેસ્ટના ફાંકા મારતું રહ્યું પાકિસ્તાન અને ભારતે અરબી સમુદ્રમાં બતાવી દીધી તાકાત

મિસાઈલ ટેસ્ટના ફાંકા મારતું રહ્યું પાકિસ્તાન અને ભારતે અરબી સમુદ્રમાં બતાવી દીધી તાકાત

ભારતે અરબી સમુદ્રમાં મિસાઇલ (MR-SAM) એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડિસ્ટ્રોયરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

(જી.એન.એસ) તા. 24

નવી દિલ્હી,

ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બુધવારે વડાપ્રધાન મોદી ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે કરેલ બેઠક બાદ પાકિસ્તાન સામે પાંચ કડક પગલાં લીધાં અને સિંધુ જળ કરાર પર રોક લગાવી દીધી અને અટારી સરહદ બંધ કરી દીધી. આનાથી પાકિસ્તાન નારાજ છે. પાકિસ્તાને પણ કેટલાક ભારત વિરોધી પગલાં લીધા છે. આ સાથે પાકિસ્તાને તેની લશ્કરી તૈયારીઓ વધારી દીધી છે અને સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ શરૂ કરી દીધું છે જેથી તે ભારતને બતાવી શકે કે તે યુદ્ધના મોરચે સામનો કરવા માટે તૈયાર છે. પરંતુ પાકિસ્તાન તેનું પરીક્ષણ કરે તે પહેલાં જ ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ INS સુરતે અરબી સમુદ્રમાં મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ (MR-SAM) એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડિસ્ટ્રોયરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

આ સફળ પરીક્ષણ બાદ ભારતીય નૌસેનાએ X પર લખ્યું, ‘ભારતીય નૌસેનાના નવીનતમ સ્વદેશી માર્ગદર્શિત મિસાઇલ વિનાશક INS સુરતે સમુદ્રમાં લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યું, જે આપણી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.’

પાકિસ્તાની નૌસેના અરબી સમુદ્રમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ કરવાનું વિચારી રહ્યું હતું, ત્યારે ભારતે પોતાની તાકાત બતાવી. આ દરમિયાન INS સુરતે અરબી સમુદ્ર પર ઝડપથી ઉડતા ટાર્ગેટ પર  MR-SAM મિસાઇલ સિસ્ટમ વડે સચોટ રીતે નિશાન સાધ્યું અને તેને નષ્ટ કરી દીધું. MR-SAM સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલો અને અન્ય હવાઈ લક્ષ્યો સામે ખૂબ અસરકારક છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર