રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય11 એપ્રિલ, 2025| Super Admin

ન્યૂયોર્કમાં હડસન નદીમાં એક પ્રવાસી હેલિકોપ્ટર ક્રેશ; એક જ પરિવારના 6 લોકોના મોત

ન્યૂયોર્કમાં હડસન નદીમાં એક પ્રવાસી હેલિકોપ્ટર ક્રેશ; એક જ પરિવારના 6 લોકોના મોત

(જી.એન.એસ) તા. 11

લોઅર મેનહેટ્ટન/જર્સી સિટી,

અમેરિકાના લોઅર મેનહેટ્ટનમાં હડસન નદીમાં એક પ્રવાસી હેલિકોપ્ટર ઉડતું ઉડતું અચાનક જ નદીમાં ગરકાવ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં પાઈલટ સહિત 6 લોકો મૃત્યુ પામી ગયાની માહિતી મળી રહી છે. 

આ હવાઈ દુર્ઘટના લોઅર મેનહેટ્ટન અને જર્સી સિટી વચ્ચે સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ મોટાપાયે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનો કાફલો ધસી આવ્યો અને બચાવ કામગીરીના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું કે એક પર્યટક હેલિકોપ્ટર હડસન નદીમાં તૂટી પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં ત્રણ બાળકો સહિત 6 લોકો સવાર હતા જેમના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક પાઈલટ સહિત સ્પેનના 5 લોકોનો એક પરિવાર સામેલ છે. 

ન્યૂયોર્કમાં ટૂર માટે ઓપરેટ કરવામાં આવતા આ હેલિકોપ્ટર્સે 2:59 વાગ્યે બપોરે ઉડાન ભરી હતી અને પછી અચાનક બેકાબૂ થઈ ગયું હતું. બપોરે લગભગ 15 મિનિટ બાદના સમયગાળામાં જ નજીકમાં આવેલી નદીમાં આ હેલિકોપ્ટર તૂટી પડ્યાની માહિતી મળી હતી અને તેમાં સવાર લોકો નદીમાં જ ડૂબી ગયા હતા.  

આ હવાઈ દુર્ઘટના અંગે મીડિયા રિપોર્ટ અનુસાર ટેક-ઓફ થયાના થોડા સમય પછી, પ્રત્યક્ષદર્શીઓએ હેલિકોપ્ટરને હલતું જોયું અને થોડીક સેકન્ડ પછી, તે ઝડપથી ફરવા લાગ્યું અને સીધું હડસન નદીમાં પડી ગયું. અકસ્માત બાદ, કટોકટી ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. નદીમાંથી છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. પીડિતોમાં ત્રણ માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર