રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
આંતરરાષ્ટ્રીય4 એપ્રિલ, 2025| Super Admin

ચીનના સ્થાનિક નાગરિકો સાથે રોમાન્સ કે ખાનગી સંબંધો ન રાખવા આદેશ

ચીનના સ્થાનિક નાગરિકો સાથે રોમાન્સ કે ખાનગી સંબંધો ન રાખવા આદેશ

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સરકારી કર્મચારીઓ માટે એક નવો આદેશ જાહેર કર્યો

(જી.એન.એસ) તા.4

વશિંટોન,

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશના સરકારી કર્મચારીઓ માટે એક આદેશ જાહેર કર્યો છે. હાલ આખી દુનિયા અમેરિકન ટેરિફ વોરની ચર્ચામાં મશગૂલ છે ત્યારે ટ્રમ્પ સરકારે ચીનમાં રહેલાં યુએસ મિશનોમાં કામ કરતાં કર્મચારીઓને એક ગુપ્ત આદેશમાં ચીનના સ્થાનિક નાગરિકો સાથે રોમાન્સ કે ખાનગી સંબંધો ન રાખવાનો આદેશ આપ્યો છે. જો કે, આ આદેશ ચીનની બહાર તહેનાત અમેરિકન કર્મચારીઓ પર લાગુ પડશે નહીં. જે લોકો અગાઉથી જ ચીની નાગરિકો સાથે સંબંધો ધરાવતાં હોય તેમણે આ પ્રતિબંધમાંથી છૂટ મેળવવા માટે અરજી કરવી પડશે. સરકારી આદેશ અનુસાર અમેરિકન સરકારી કર્મચારીને આવો કોઇ સંબંધ ખતમ કરવાની અથવા તેમનો હોદ્દો છોડવાની ફરજ પણ પાડી શકાશે. 

અમેરિકન સરકારે આ નીતિને જાહેર કરી નથી પણ જાન્યુઆરીમાં જ અમેરિકન કર્મચારીઓને આ અંગે સૂચિત કરી દેવામાં આવ્યા હતા. યુએસ અને ચીન વચ્ચ વધતી જતી તંગદિલીનું આ પ્રતિબિંબ છે. હાલ ચીન અને અમેરિકા વચ્ચે વેપાર, ટેકનોલોજી અને દુનિયા પર પોતાના પ્રભાવ વધારવા માટે હોડ ચાલી રહી છે. આ સંજોગોમાં જાસૂસી પ્રવૃત્તિને વેગ ન મળે તે માટે અમેરિકન સરકારે આ સાવચેતીનું પગલું ભર્યું છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર