રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય17 માર્ચ, 2025| Super Admin

દ્વારકામાંથી પોલીસ દ્વારા 5 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડવામાં આવી

દ્વારકામાંથી પોલીસ દ્વારા 5 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડવામાં આવી

(જી.એન.એસ) તા. 17

દેવભૂમિ દ્વારકા,

રાજ્ય સહિત દેશભરમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી એક ચિંતાનો વિષય બની રહ્યો છે, ત્યારે ગુજરાતના દ્વારકામાં પાંચ બાંગ્લાદેશી મહિલાઓને પોલીસ વિભાગે ઝડપી પાડી હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની આ કામગીરી રાજ્ય અને દેશમાં શાંતિ અને સલામતી રાખવામાં સિંહફાળો ગણી શકાય.

પોલીસ ને દ્વારકાના રુક્ષ્મણી મંદિરની પાછળના વિસ્તારમાં અમુક મહિલાઓ શંકાસ્પદ રીતે જણાઈ આવી હતી. જો કે, તેમની પૂછપરછ કરતાં મહિલાઓ પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ કે વિઝા સહિતના અન્ય ડોક્યુમેન્ટ ન હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશનું    આઈડી કાર્ડ સહિત મોબાઈલ નંબર મળી આવતા આ પાંચેય મહિલાએ બાંગ્લાદેશની નાગરિક હોવાનું જાણવા મળ્યું હતું.

જે બાદ પોલીસ દ્વારા તમામ ની અટકાયત કરી વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, દરેક મહિલાઓ પાસેથી એજન્ટે રૂ.25 હજાર લઈને ગુજરાત પહોંચાડ્યા હતા. જેમાં તેઓ દરિયા મારફતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને પછી ગુજરાત પહોંચ્યા હતા.

વધુમાં આ મામલે મળતી માહિતી મુજબ, રાજ્યમાં ગેરકાયદે રહેતી આ મહિલાઓ ગેરકાયદેસર રીતે કમાણી કરીને પૈસા મોકલી હતી. આ પાંચેય મહિલાઓ હિન્દુ નામ ધારણ કરીને અહીં રહેતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે પાંચેય મહિલાઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર