રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય17 માર્ચ, 2025| Super Admin

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ કોર્ટનો નિર્ણય ને અવગણી; હજારો ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ કોર્ટનો નિર્ણય ને અવગણી; હજારો ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા

(જી.એન.એસ) તા. 17

વોશિંગ્ટન,

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર હજારો ઇમિગ્રન્ટ્સ ને અલ સાલ્વાડોરમાં ડિપોર્ટ કર્યા છે. ખૂબ મહત્વનું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રનો આ નિર્ણય યુએસ ફેડરલ કોર્ટના ન્યાયાધીશે વિદેશી દુશ્મન કાયદા હેઠળ દેશનિકાલ પર અસ્થાયી રૂપે રોક લગાવવાનો આદેશ જારી કર્યા બાદ આવ્યો છે. ફેડરલ કોર્ટના નિર્ણય ને અવગણી લેવામાં આવેલા પગલાંનો બચાવ કરતા, ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ કહ્યું કે કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી રહી હતી ત્યાં સુધીમાં આ ગેરકાયદે વસાહતીઓને લઈ જતા વિમાનો ઉડાન ભરી ચૂક્યું હતું.

એક રિપોર્ટ અનુસાર, અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ જેમ્સ ઈ બોસબર્ગે શનિવારે ઇમિગ્રેશન પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો હતો. જો કે, ટ્રમ્પ સરકારે બે વિમાનમાં ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા હતા. આ બાબતે ટ્રમ્પના વકીલોએ જણાવ્યું હતું કે, ઇમિગ્રેશનને લઈને બે વિમાન પહેલાં જ ટેક-ઓફ થઈ ગયા હતા. જેમાં એક અલ સાલ્વાડોર અને એક હોન્ડુરાસમાં ડિપોર્ટ થયું હતું.

ચુકાદા બાદ પણ ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાની જાણ થતાં જજે મૌખિક રૂપે આ બંને વિમાનોને પરત લાવવાનો આદેશ આપ્યો હતો. જો કે, આ બંને વિમાન અલ સાલ્વાડોર અને હોન્ડુરાસમાં પહોંચી ચૂક્યા હોવાથી અધિકારીઓએ જજના મૌખિક આદેશનું પણ પાલન કર્યું નથી.

ટ્રમ્પે જજનું માન જાળવ્યું નહીં

ટ્રમ્પ સરકારની કોર્ટના આદેશ વિરુદ્ધની કાર્યવાહી પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીના લૉ સેન્ટરના પ્રોફેસર સ્ટીવ વ્લાડેકે જણાવ્યું કે, બોસબર્ગે જે આદેશ આપ્યા હતા. તેમાં લેખિતમાં વિમાન પાછા લાવવાનો ઉલ્લેખ નથી. પરંતુ મૌખિક રૂપે તેમણે વિમાન પાછા લાવવા કહ્યું હતું. પરંતુ ટ્રમ્પ સરકારે તેનું પણ પાલન કર્યુ નથી. ટ્રમ્પના આ વલણથી જજના આદેશનું માન જળવાયું નથી. જજના નિર્ણયનું અપમાન કર્યું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર