રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય16 માર્ચ, 2025| Super Admin

મહારાણા પ્રતાપના વંશજ, મેવાડ રાજવંશના મહારાજા અરવિંદ સિંહનું નિધન

મહારાણા પ્રતાપના વંશજ, મેવાડ રાજવંશના મહારાજા અરવિંદ સિંહનું નિધન

અરવિંદ સિંહની તબિયત લાંબા સમયથી નાદુરસ્ત હતી

(જી.એન.એસ) તા.16

ઉદયપુર,

મેવાડ રાજવંશના સંરક્ષક, મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે સિટી પેલેસમાં નિધન થયું છે. 81 વર્ષીય અરવિંદ સિંહ મેવાડ લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધન પર સમગ્ર મેવાડમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

મહારાણા અરવિંદ સિંહના નિધનના લીધે ઉદયપુર સિટી પેલેસ પ્રવાસીઓ માટે બે દિવસ બંધ રહેશે. તેઓ મહારાણા પ્રતાપના વંશજ દ્વારા દત્તક લીધેલા મહારાણા ભગવંતસિંહ મેવાડ અને સુશીલા કુમારીના નાના પુત્ર હતાં. તેમના મોટા ભાઈ મહેન્દ્રસિંહ મેવાડનું નિધન ગતવર્ષે 10 નવેમ્બર, 2024ના રોજ થયુ હતું.

વસુંઘરા રાજેએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મહારાજ અરવિંદસિંહજી મેવાડના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. ઉદયપુર ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. તેમના નિધન પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરતાં હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે, આ દિવંગતની આત્મનાને શાંતિ આપજો.  

અરવિંદ સિંહ મેવાડને પોતાનું પ્રારંભિક શિક્ષણ ઘરે રહીને મેળવ્યું. આ પછી તેઓને અભ્યાસ માટે અજમેર મોકલવામાં આવ્યા. તેમણે અહીંની પ્રખ્યાત મેયો કોલેજમાં રહીને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી, તેમણે ઉદયપુરની મહારાણા ભૂપાલ કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતક થયા. આ પછી તેઓ વિદેશમાં અભ્યાસ કરવા ગયા. . અરવિંદ સિંહ મેવાડે યુકેની સેન્ટ આલ્બન્સ મેટ્રોપોલિટન કોલેજમાંથી હોટેલ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી હતી. તેઓ કોલેજ શિક્ષણ પછી સામાજિક કાર્યમાં ખૂબ સક્રિય હતા. તેમણે HRH ગ્રુપ ઓફ હોટેલ્સના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. આ ઉપરાંત તેઓ મહારાણા મેવાડ ફાઉન્ડેશન ટ્રસ્ટ, મહારાણા મેવાડ ઐતિહાસિક પ્રકાશ ટ્રસ્ટનો પણ ભાગ હતા. હોટેલ સંબંધિત વ્યવસાયો સાથે તેમના જોડાણનું સ્પષ્ટ કારણ હોટેલ મેનેજમેન્ટમાં તેમનું શિક્ષણ હતું. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર