રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય15 માર્ચ, 2025| Super Admin

સુવર્ણ મંદિરમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના; 5 લોકો ઇજાગ્રસ્ત

સુવર્ણ મંદિરમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના; 5 લોકો ઇજાગ્રસ્ત

(જી.એન.એસ) તા. 15

અમૃતસર,

અમૃતસર ખાતે આવેલ શીખોના પવિત્ર સ્થળ સુવર્ણ મંદિર ખાતે એક અજાણ્યા યુવકે પાંચ શ્રદ્ધાળુઓ પર લાકડી વડે હુમલો કર્યો હતો. શુક્રવારે બનેલી આ ઘટનામાં ભટિંડાના એક શીખ યુવકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ યુવાનની અમૃતસર ખાતે શ્રી ગુરુ રામદાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચના ઇમરજન્સી વિંગમાં સારવાર ચાલી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુવર્ણ મંદિરમાં લોકો પર હુમલો કરવાના આરોપી અને તેના સાથીદારની પોલીસે ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બીજા આરોપીએ ભક્તો પર હુમલો કરનાર વ્યક્તિ સાથે મળીને રેકી કરી હતી.

આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે, આ હુમલો સમુદાયિક રસોડા પાસે સૌથી જૂના ગુરુ રામદાસ સરાઈની અંદર થયો હતો. શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ માહિતી આપી કે આરોપીઓએ અચાનક ભક્તો પર લાકડીથી હુમલો કરવાનું શરૂ કર્યું હતું.ડૉ. જસમીત સિંહે કહ્યું, ‘દર્દીઓ દ્વારા અમને આપવામાં આવેલા નિવેદનો પ્રમાણે એક અજાણ્યા હુમલાખોરે પીડિતો પર લાકડી દ્વારા હુમલો કર્યો. અમારી પાસે પાંચ દર્દીઓ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એક ગંભીર હાલતમાં છે અને ICUમાં છે જ્યારે બાકીના ચારની હાલત સ્થિર છે.’

આ મામલે વધુમાં પીએસ કોતવાલીના એસેચઓ સરમેલ સિંહે જણાવ્યું હતું કે, ‘શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિએ ઝુલ્ફાન નામના વ્યક્તિને પોલીસના હવાલે કર્યો છે. સુવર્ણ મંદિર સંકુલમાં અથડામણ થઈ હતી, જેમાં બંને પક્ષના લોકો ઘાયલ થયા હતા. SGPC ના કાર્યકર્તાઓ પણ ઘાયલ થયા છે. કાયદાકીય રીતે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર