રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા19 માર્ચ, 2026| Super Admin

ઊંઝા મામલતદારની રાહુલ ગેસ એજન્સીની ઓચિંતી મુલાકાત: સંચાલકો સાથે સુરક્ષા અને વિતરણ અંગે સમીક્ષા

ઊંઝા મામલતદારની રાહુલ ગેસ એજન્સીની ઓચિંતી મુલાકાત: સંચાલકો સાથે સુરક્ષા અને વિતરણ અંગે સમીક્ષા
કોમર્શિયલ બાટલો ન મળતાં ખાણીપીણીની લારી વાળાઓ ધંધા બંધ કરવા મજબુર બન્યા ઉંઝા મામલતદાર દિપકભાઈ ગઢવી દ્વારા ઉંઝા રાહુલ ગેસ એન્ટરપ્રાઈઝની મુલાકાત લીધી હતી. જ્યાં સ્ટોકની ચકાસણી કરી ગ્રાહકોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને ગેસ ગોડાઉનની મુલાકાત લીધી હતી. યુદ્ધને કારણે ગેસના બાટલાની અછત ઊભી ન થાય તે માટે ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ એજન્સીના નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગેસ લાઈન ધરાવતા લોકો પાસે ગેસ સિલિન્ડર હોય તો તે જમા કરાવી દેવા જણાવાયું છે. ગેસની અછતને લીધે હોસ્પિટલ, સ્કુલ, લેબ, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, સેવાભાવી સંસ્થા, ધાર્મિક સંસ્થાઓના કોમર્શિયલ બાટલાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગ્રાહકો નોધાવે તો રીફીલ નોંધાતા નથી કે બીલ પણ બનતા નથી. કોમર્શિયલ બાટલો ન મળતાં નાના ખાણીપીણીની લારી વાળાઓને ધંધા બંધ કરવા મજબુર બન્યા છે. ગેસ બાટલા ભરી આપવા માંગ ઉંઝા આર.કે.ફાઉન્ડેશન દ્વારા ૧૪.૨ કેજી ગેસ બાટલા ભરી આપવા બાબતે રાહુલ ગેસ એન્ટરપ્રાઈઝમાં ગેસ કનેક્શન ચાલે છે. જેનો ઉપયોગ ફી ટીફીન સેવા માટે થાય છે. જેના માટે મહિને ૮૦ થી ૧૦૦ સિલીન્ડરની જરૂર પડે છે. તો અમને આ સેવાકીય કાર્યમાં પુરતો સ્ટોક રીફીલ કરી આપવા નમ્ર વિનંતી કરાઈ છે. પી.એન.જી નું ગેસ ધરાવે છે તેવા લોકો એલ.પી.જી કનેકશન બંધ કરાવે : મામલતદાર દિપકભાઈ ગઢવી ઉંઝા મામલતદાર દિપકભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ એજન્સીના નોટીફીકેશન મુજબ જે પી.એન.જી નું રાંધણ ગેસનું કનેકશન ધરાવતા છે તેવા ધારકો પણ એલ.પી.જી. ગેસનું સિલિન્ડર ધરાવે છે તેમણે હવે એલ.પી.જી ગેસનું રીફીલ નહીં મળે. જે લોકો પી.એન.જી નું ગેસ ધરાવે છે તે લોકો વહેલાં વહેલી તકે એલ.પી.જી કનેકશન છે તે બંધ કરાવવા અપીલ કરાઈ છે.  

સંબંધિત સમાચાર