રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત27 ફેબ્રુઆરી, 2026| Super Admin

“ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની ભાડા ખરીદપધ્ધતિથી બનેલ વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓને દંડનીય વ્યાજમાં ૧૦૦% રાહત આપવાની યોજના”


(જી.એન.એસ) તા. ૨૭

ગાંધીનગર,

સરકારશ્રી દ્વારા ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની ભાડા ખરીદપધ્ધતિથી બનેલ વિવિધ આવાસ યોજના જેમ કે ઇ.ડબલ્યુ.એસ., એલ.આઇ.જી., એમ.આઇ.જી., હરીફાઇ(કોમ્પો.), કેશલોન આવાસોના લાભાર્થીઓએ મૂળ હપ્તાની ચૂકવવાની બાકી રકમ પર ચડેલ દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફી આપવા બાબતની યોજનાને મંજુરી આપવામાં આવેલ છે. જે તા.૩૧/૦૧/ ૨૦૨૬ થી છ મહિના સુધી લાગુ રહેશે. અત્યાર સુધીમાં અંદાજિત ૧૪૨ લાભાર્થીઓએ મુદલની રકમ રૂ.૪૦,૩૧,૩૯૪/- ભરી રૂ.૩,૧૬,૯૬, ૮૩૨/-જેટલી દંડનીય વ્યાજમાફીનો લાભ મેળવેલ છે. જેથી મુદત પૂરી થાય તે પહેલા લાગુ પડતા બાકીના લાભાર્થીઓને બોર્ડની તમામ બાકી મૂળ હપ્તાની રકમ પૂરેપૂરી ભરપાઇ કરી દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફીનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.

નોંધ – આ યોજનાની મુદત પૂર્ણ થાય ત્યાં સુધીમાં જે લાભાર્થીઓ મૂળ હપતાની બાકી રકમ ભરપાઈ કરશે નહિં, તેમને મુદત પૂર્ણ થયા બાદ દંડનીય વ્યાજમાં માફી આપવામાં આવશે નહિં.
એમ એસ્ટેટ મેનેજર ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવાયું છે.



Source link

સંબંધિત સમાચાર